સંસ્મરણોની છબી:દેલાડના તળાવનું 2 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન : જેમાં હશે ફાઉન્ટન, પ્લે અને એક્સેસાઇઝ ઝોન

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાવની હાલની સ્થિતી - Divya Bhaskar
તળાવની હાલની સ્થિતી
  • તળા‌ળમાં પશુઓ અને સિંચાઇ માટે પાણીની સગવડ, ગાંધીજીની પ્રતિમા અને દાંડીયાત્રા સાથે જોડાયેલા યાદગાર સંસ્મરણોની છબીઓ મુકવામાં આવશે

ઓલપાડ તાલુકાનું દેલાડ ગામ કે જ્યા દાંડી કુચ યાત્રા સમયે ગાંધીજીએ 2 રાત્રી રોકાણ કરવા સાથે વિવિધ કાર્યક્રમો અહીં યોજાયા હતા. આ ગામનું વર્ષો જુનું 6.5 વીંઘા જમીનમાં પથરાયેલું તળાવ મા વરસાદી પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ ખેતરોમાં સિંચાઇ સાથે પશુઓને પીવા માટે કામે લેવાતું આવ્યું છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદ સમાન તળાવનું નવીનીકરણની કામગીરી દેલાડ ગ્રામ પંચાયતે ઉપાડી છે. સરપંચ ભાવિનભાઈ આર. પટેલે આપેલી માહિતી મુજબ દેલાડ ગ્રામ પંચાયત સ્વભંડોળ અને સરકારની જુદી જુદી ગ્રાન્ટ સાથે લોક ભાગીદારી થકી ભંડોર એકત્ર કરી અંદાજીત 2 કરોડના ખર્ચે તળાવ નવીનીકરણ હાથ ધરવામાં આવી છે.

જે આગામી 1 વર્ષ સુધી પૂર્ણ કરાશે. તળાવમાં સંગ્રહ થયેલા પાણીના નિકાલ સાથે એક સપ્તાહથી હાથ ધરાયેલી કામગીરી સાથે તળાવનો પ્રાથમીક સાઈડ પ્લાન અને એસ્ટીમેટ તૈયાર કરવા સાથે તળાવના નવીનીકરણ બાબતે સરકારી મંજુરી પણ મેળવી લેવામાં આવી છે.

કલરફૂલ લેઝર લાઇટ અને ફૂવારાઓથી તળાવ ઝળહળી ઉઠશે

તળાવને ફરતે લેઝર લાઈટો સાથે તળાવમાં રંગબેરંગી પાણીના ફુવારા અને બાળકો માટે રમત ગમતના સાધનો, ગામના યુવાનો માટે કસરતના સાધનો અને વડીલો માટે આરામ કુટીર, આટલુંજ નહી પણ ગાંધી પ્રતિમા અને દાંડીયાત્રા કુચની ગાંધીજી સાથેના યાદગાર સ્મરણોની છબીઓ મુકાશે.

ગાંધીજી દેલાડમાં 2 દિવસ રોકાયા હતા
દેલાડ ગામે દાંડી યાત્રા સાથે મહાત્મા ગાંધીજી બે દિવસ રોકાયા હોવાની વાત ગામ માટે ગર્વ લેવાની બાબત છે ત્યારે જયારે હાલ ગામ તળાવ નવીનીકરણ ની કામગીરી ઉપાડી ત્યારેજ તળાવના નવીનીકરણમાં રાષ્ટ્રપિતા ગાંધીજી અને દાંડી યાત્રાને મહત્વનું સ્થાન આપવાનું નક્કી કરેલું અને તે મુજબ અમે તમામ કામગીરી કરશું.
- ભાવિન પટેલ, સરપંચ, દેલાડ ગામ

અન્ય સમાચારો પણ છે...