મુળ બિહારનાં મહંમદ કલીમ સાહેબજાન અખ્તર(38)હાલ ઓલપાડ તાલુકાનાં સાયણની રસુલાબાદ સોસાયટીમાં ભાડેનાં મકાનમાં રહે છે. તે કામરેજથી કીમ સુધી રીક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. ગત સોમવાર ના રોજ ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેણે લોન ઉપર લીધેલ માલિકીની બે રીક્ષાનાં હપ્તા ભરવાનાં હોવાથી વર્ષ પહેલા ભરત સિંધવ (રહે. અમરોલી, સુરત )નો સંપર્ક મિત્ર શની મારફત કર્યો હતો.
જેથી આ ઈસમે એક રીક્ષા ગીરવી લઈ રોજનાં રૂ.250 તથા દર મહિને રૂ.4000 મુદલ રકમ ચૂકવવાની શરતે રૂ.50000 વ્યાજે આપ્યા હતા. આ રકમ ન આપે તો તેના હાથ-પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. તેણે સમયસર રૂપિયા 92000 ચૂકવી દીધા હતા. તેણે આ રીક્ષા વેચી તેની માલિકીની બીજી રીક્ષા ગીરવે મુકી અમરોલીનાં રઘુ પાસે રૂ.50,000 વ્યાજે લીધા હતા.
આ લોન પેટે રઘુને રોજના રૂ. 300 આપવાના હોવાથી તેણે 8 મહિના 72000 આપ્યા હતા. બંન્ને ઈસમોને વ્યાજે લીઘેલ મુદ્દલ તથા વ્યાજ ચુકવી દેવા છતાં વધુ વ્યાજ ની માંગણી ચાલુ રાખી હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેણે ઓલપાડ પોલીસમાં ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.