SOG પોલીસની કામગીરી:નશીલા ગાંજાના વેપલામાં વધુ એક આરોપી સાયણથી પકડાયો

ઓલપાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ ત્રણ દિવસ પહેલા કીમથી ગાંજો પકડ્યો હતો

કોસંબા પોલીસ મથકમાં ત્રણ દિવસ પૂર્વે NDPS કલમ-4 (સી), 20 (સી), 29 મુજબ નોંધાયેલ ગાંજાના વેપલામાં સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસ ટીમે કીમ ચારરસ્તા નજીકથી બે સૌરાષ્ટ્રવાસી મુસ્લિમ આરોપી ઓને દબોચ્યા બાદ વધુ એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

ઓલપાડ તાલુકામાં ઘણા સમયથી ઓરિસ્સાવાસીઓ ગાંજાનો વેપલો કરી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ નિંદ્રાધીન છે, જયારે આ ધંધાનું નેટવર્ક છેક સૌરાષ્ટ્ર સુધી ફેલાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી.જેના પગલે સોમવારે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.એે કીમ ચારરસ્તા વિસ્તારમાંથી રૂ.98,500નો 9.850 કિ.ગ્રા.ગાંજો મળી કુલ રૂ.1,80,600 ના મુદ્દામાલ સાથે સૌરાષ્ટ્રના અમરેલીથી ગાંજો લેવા આવેલ મુસ્તાક હુસેન કચરાને તથા ઓલપાડમાં રહી કમિશનથી ગાંજો વેચતો અફઝલ અલીયાણીને દબોચી લીધા હતો. જયારે પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ભગવાન નામના ઓરિસ્સાવાસીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ગત બુધવાર તા. 11ના રોજ એસઓજી શાખાની પોલીસ ટીમ ફરી સાયણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે એસઓજી શાખાના હે. કો. રોહિત બાબુ તથા એએસઆઇ ભુપતસિંહ અંદરસિંહને બાતમી મળી હતી કે, કોસંબા પો.સ્ટેશનમાં ગત સોમવાર,તા-9 ના રોજ NDPS મુજબ નોંધાયેલ ગાંજા વેપલામાં સંડોવાયેલ એક આરોપી લીપુ રમેશ નાહક (25) (હાલ રહે.શ્રીરામ નગર સોસાયટી, શિવ મંદિર પાસે, અમરોલી, સુરત શહેર (મુળ રહે.સચીના ગામ, તા-કોદલા પોસ્ટ-ગરદયપુર, જિ.ગંજામ-ઓરીસ્સા)સાયણ સુગર રોડની નહેર પાસે ઘૂમી રહ્યો છે.

જેના પગલે પોલીસે વોચ ગોઠવી તેને બાતમીવાળા સ્થળેથી દબોચી લીધો હતો. પોલીસે ઝડપેલ આરોપી લીપુ રમેશ નાહકે કબૂલાત હતી કે,અફઝલે ફોન કરી 10 કિલો ગાંજાના જથ્થો મંગાવ્યો હતો.જેથી આરોપી કાહુચરણ ઉર્ફે ભગવાન નામના ઈસમે મારી પાસેથી ગાંજો ખરીદી અફઝલને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...