ઓલપાડ તાલુકાના વસવારીથી દેલાડ વચ્ચેના દાંડી રોડ ઉપર પુરપાટ ઝડપે દોડતી કારના ચાલકે મો.સા.ચાલક મયંક ટેલરને ટક્કર મારતા સામાન્ય ઇજા થવાથી તેનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકે રોડ ઉપર ચાલતા એક અજાણ્યા રાહદારીને પણ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
ફરિયાદ આપનાર મયુરભાઈ ટેલર બે વર્ષથી સુરત સંજીવકુમાર ઓડીટોરીયમ પાસે 'પાલ શાંતિવર્ધક જૈન સંઘ' ની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. તે ગત શુક્રવારે સાંજે મો.સા.નં. (GJ.05MA.2168) હંકારી નોકરી પરથી સાયણ ઘરે આવવા વસવારીથી દેલાડ દાંડી રોડ ઉપર બાઈક ચલાવી રહ્યો હતો. ત્યારે સાંજે વસવારી ગામની સીમમાંથી પસાર થતી વખતે રોડ ઉપર સામેથી પુરઝડપે દોડતી ક અજાણ્યા ચાલકે કાર ગફલતભરી રીતે હંકારી મયુર ટેલરની મો.સા.ને ટક્કર મારી અડફતે લીધી હતી,
જેથી તે બાઈક સાથે રોડની બાજુના ખાડામાં પડી જવાથી તેને ઇજા થઈ હતી. જો કે આ અકસ્માત ઘટનાથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બાઈક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો, જયારે કાર ચાલકે રોડ ઉપર ચાલતા અજાણ્યા રાહદારીને અડફેટમાં લેતા તેને જીવલેણ ઇજા ઘટના સ્થળે બોલાવેલ 108 એમ્બ્યુલન્સના ફરજ પરના ડોકટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસને જાણ થતા ત્યાં પહોંચેલી પોલીસે મૃતકની લાશનો કબજો લઈ તેની ઓળખ માટે પ્રયાસ કર્યો હતો.
પરંતુ નિષ્ફ્ળતા મળતા પોલીસે લાશનું વર્ણન કરતા કહ્યું હતું કે, તેણે મોરપીંછ કલરનું હાફબાયનું ટી-શર્ટ પહેરેલ છે. તેમજ કમ્મરે કાળા કલરનું અંગ્રેજીમાં સ્પોર્ટસ લખેલ હાફ પેન્ટ પહેરેલ છે. તેના જમણા હાથના કાંડા ઉપર અંગ્રેજીમાં 'મહેશ'તથા 'ઓમ'નું તથા M.S.નું છુંદણું કોતરાવેલ છે. પોલીસે મૃતક ઈસમની લાશને સાયણ ખાતેના સરકારી દવાખાનામાં પી.એમ. રૂમમાં મુકી તેના વાલીવારસોને શોધવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.