નિમણૂંક:ઓલપાડ ટીડીઓ શૈલેષ ચાવડાની તાત્કાલિક અસરથી ગોંડલ બદલી

ઓલપાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓ તરીકે એમ. બી. હાથીવાલાની નિમણૂંક

ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ચાવડાની બદલી રાજકોટ જિલ્લાના ગોંડલ કરવામાં આવી છે. કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી ફરજ મોકૂફી પ્રકરણ સાથે જ ચાવડાની બદલી કરી તેમના સ્થાને ઓલપાડ તા.વિ.તરીકે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એમ.બી.હાથીવાલાને મૂકતા અનેક અટકળો વહેતી થઈ છે.

મંગળવારે ગુજરાત સરકાર પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય,ગાંધીનગર કચેરીના નાયબ સચિવે ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા રાજ્યના ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓની જાહેર હિતમાં તાત્કાલિક બદલી કરી છે. આ હુકમ મુજબ હાલ ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ એ.ચાવડાની બદલી ગોંડલ તાલુકા વિકાસ અધિકારી તરીકે કરી છે, જેમના સ્થાને ઓલપાડ તાલુકામાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એમ. બી. હાથીવાલાને મુકાયા છે.

ઓલપાડ તાલુકામાં ફરજ બજાવતા તલાટીઓની કામગીરી બાબતે તાલુકા વિકાસ અધિકારીને જાહેર જનતા દ્વારા થતી આવેલી ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા તાલુકા વિકાસ અધિકારી ચાવડાની કામગીરીથી લોકો ખફા હતા. ત્યારે આટલું નહિ હોય તલાટીઓ પર તેની અધિકારી તરીકેની પક્કડ ન હોવાનું કારેલી પ્રકરણ પહેલા અને ત્યાર બાદ પણ નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...