ભાસ્કર વિશેષ:25 વર્ષ પહેલાં ભગુભાઈ પટેલ રાજ્યના વનમંત્રી બાદ ઓલપાડ તાલુકાને ફરીવાર રાજ્ય કક્ષાના મંત્રી મળ્યા

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુકેશભાઈ પટેલની રાજ્યના કૃષિ અને ઉર્જા પેટ્રોલ કેમિકલ મંત્રી તરીકે નિયુક્તિ

ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલની રાજ્ય સરકારના કૃષિ અને ઉર્જા પેટ્રોલ કેમિકલ મંત્રી તરીકે નિયુક્તિ થતાં ઓલપાડ તાલુકા સહિત ભાજપના કાર્યકરો ગેલમાં આવ્યા છે. 25 વર્ષ પછી ઓલપાડ તાલુકાને રાજ્યના મંત્રી મળ્યા છે. ઓલપાડ 155 વિધાનસભા બેઠક પર સતત બે ટર્મથી રેકોર્ડબ્રેક મતોથી વિજેતા બની આગવી છબી ઉભી કરી છે. ઓલપાડ તાલુકાના રાજકારણમાં 25 વર્ષ પહેલાં ભગુભાઈ પટેલને રાજ્યના વનમંત્રી તરીકે નિયુક્ત કર્યા બાદ મુકેશ પટેલની રાજ્ય સરકારના કૃષિ અને ઉર્જા પેટ્રોલ કેમિકલ મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય મંત્રીને બદલવા સાથે આખા મંત્રી મંડળનું વિસર્જન કરી નવા મંત્રીઓની નિયુક્તિ કરવામાં ભાજપ સરકારે નવનિયુક્ત અને યુવા ધારાસભ્યોની પસંદગી કરવાનું નક્કી કરતા મુકેશ પટેલ મંત્રી બન્યા. ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલની રાજ્ય સરકારના કૃષિ અને ઉર્જા પેટ્રોલ કેમિકલ મંત્રી તરીકે નિયુક્તિ થતા ઓલપાડ તાલુકામાંથી તેમના સમર્થકો ગાંધીનગર કમલમ ખાતે શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે પોતાના સમર્થકોને સંબોધતા કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોને સરકારમાં વાચા આપવા સાથે કૃષી લક્ષી બાબતો પર પૂરતી કામગીરી કરીશ હવે મારી આગેવાનીમાં ખેડૂતોને પૂર્ણ ન્યાય મળશે.

ધારાસભ્ય મુકેશ પટેલનો પરિચય
ડ્રાફટમેન સિવિલ થયા બાદ 1990માં ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જોડાયા બાદ 2001માં ઓલપાડ તાલુકાના નધોઇ ગામના સરપંચ ચૂંટાયા. ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકેની સારી કામગીરીએ વર્ષ 2012માં ધારાસભ્યના ઉમેદવાર તરીકે પસંદગી પામી 37000 મતથી ચૂંટાયા હતા. ફરીવાર 2017 માં ધારાસભ્ય તરીકે પસંદગી પામતા રેકોર્ડબ્રેક 62000 મતથી ચૂંટાયા.

પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ તેઓ સારી કામગીરીને લઈને મોટી બહુમતીએ ચૂંટાઈને આવી લોક હિટના કામો કરતા આવ્યા. આટલું જ નહિ પણ પ્રજા લક્ષી કામગીરી સાથે કોરોનામાં પણ ઓલપાડ વિધાનસભામાં નોંધનીય કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...