કોંગ્રેસમાં ભૂકંપ:ઓલપાડ કોંગ્રેસ અગ્રણી સહિત કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

ઓલપાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સાથે બેઠક કરનાર ભાજપમાં જોડાયા

ઓલપાડ તાલુકાના એરથાણ ગામના જન્મજાત પ્રખર કોંગ્રેસી નેતા અજિતસિંહ ઠાકોરે તેના સમર્થકો સાથે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેતા ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ભૂકંપ સર્જાયો છે.જેના પગલે ઓલપાડ તાલુકામાં કોંગ્રેસની હાલત “બાર સાંધે ત્યાં તેર તૂટે” જેવી થવા પામી છે.

એરથાણના માજી સરપંચ અને તાલુકાના કોંગ્રેસ અગ્રણી અજિતસિંહ ગણપતસિંહ ઠાકોર રવિવારે કીમ ટાઉનમાં જીન કેમ્પસ ખાતે રાજ્યના કૃષિ મંત્રી મુકેશભાઈ પટેલના જન આર્શીવાદ સમારોહની જાહેર સભામાં તેમના ટેકેદારો સાથે જોડાઈ ગયા હતા.જેના પગલે તેઓ સમર્થકો સાથે ભાજપનો ખેસ પહેરી કેસરિયા કરી લેતા તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. જયારે ભાજપમાં જોડાયેલા અજિતસિંહ ઠાકોરે આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાથી માંડી તાલુકા કક્ષા અને ખાસ કરીને ઓલપાડ કોંગ્રેસના સંગઠનના માળખાથી નારાજ હતા.

જયારે ઓલપાડ તાલુકામાં તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના અસલ કાર્યકરોની સતત અવગણના કરી તેઓને સાઈટ ટ્રેક કરી રહ્યા હોવાથી તેઓ દુ:ખી હતા. અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે અજિતસિંહના ઘરે જ ખેડૂતો સાથે મિટિંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...