કાર્યવાહી:સાયણમાં રોગચાળામાં માસુમ બાળકનો ભોગ લેવાયા બાદ ગંદકી ફેલાવનારા સામે કાર્યવાહી

ઓલપાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી ફેલાવનારા 7 મકાનના માલિકને ઓલપાડ પ્રાંત દ્વારા નોટિસ ફટકારવામાં આવી

સાયણ ગામે સતત બીજીવાર ફેલાયેલા જીવલેણ રોગચાળાને લઈ સુરત કલેકટર દ્વારા જવાબદાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના આપતા ઓલપાડ પ્રાંત દ્વારા જવાબદાર 7 મકાન માલિકોને 133 અને 142 મુજબની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા આદર્શનગરમાં ગંદકી ફેલાવતા લોકો ફફડી ઉઠ્યા છે.

ગામમાં 2019માં ફેલાયેલા જીવલેણ રોગચાળામાં 4નો ભોગ લેવાયા હાલ ફરી રોગચાળાએ માથું ઉચકતા 5 વર્ષીય માસુમ બાળકનો ભોગ લેવા સાથે 150થી વધુ લોકો રોગચાળાનો શિકાર થતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. ત્યારે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં સાયણ ગ્રામ પંચાયત વામણી પુરવાર થવા સાથે આરોગ્ય વિભાગ પણ ધીમું પડતા પરિસ્થિતિનો તાગ મેળવવા સાયણ ગામે સુરત કલેકટર આયુષ ઓક આવી પહોંચતા તંત્રની સફાઈ અને આરોગ્ય લક્ષી કામગીરીની પોલ ખુલી ગઈ હતી.

જ્યારે સતત બીજી વાર જીવલેણ રોગચાળો ફેલાવનાર વિરુદ્ધ કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવાની ઓલપાડ પ્રાંત આર.સી. પટેલને સૂચના આપવામાં આવી હતી. જેને પગલે સાયણ તલાટી કમ મંત્રી તથા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ તપાસ કરતા અહીં મકાનો બનાવી ભાડે આપનાર મકાન માલિકો દ્વારા ગેરકાયદે બનાવેલા પાણીના બોરમાં ગટરનું પાણી ભરતા તે પાણી પીવાથી 150 લોકો રોગચાળાનો શિકાર થયાનું નોંધાયું હતું. ત્યારે આમ કરીને લોકોના સ્વાસ્થય અને જીવન સુખાકારીને નુકસાન પહોંચાડવાનું ત્રાસદાયી કૃત્ય કરવા બદલ આદર્શનગર સોસાયટીના 7 મકાન માલિકોને નોટિસ ફટકારી આગામી 7 ઓક્ટોબરે પુરાવા સાથે હાજર રહેવાનું કહેવાયું છે.

મકાન માલિકોના નામની યાદી

  • રાજમણી યાદવ રહે.સિંગણપોર, સુરત
  • આરીફ ઉંમર મેમણ, રહે- રસુલાબાદ, સાયણ
  • લાલુસિંહ રાજપૂત, રહે- સીવણ ગામ
  • શુશીલાબેન બ્રિજલાલ ગુપ્તા, રહે- વેડ ડભોલી, સુરત
  • સાહબલાલ યાદવ, આદર્શ નગર 3, સાયણ
  • વિમલાદેવી મુન્નાભાઈ ગુપ્તા, આદર્શનગર 3, સાયણ
  • અધોકભાઈ ઓહેલ, વેડ રોડ, સુરત
અન્ય સમાચારો પણ છે...