તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નવા માપદંડ મુજબ જિલ્લાની 437 શાળાને તાળાં લાગી જવાનો ખતરો

ઓલપાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાળા મર્જ થતા આવી અનેક શાળાઓને તાળા લાગવાની નોબત આવશે. - Divya Bhaskar
શાળા મર્જ થતા આવી અનેક શાળાઓને તાળા લાગવાની નોબત આવશે.
  • ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સરકારી શાળા મર્જ કરવાનું ભૂત ફરી ઘુણ્યું
  • મર્જ થનારી શાળાઓના ડેટા સાથે અધિકારીઓને ગાંધીનગર બોલાવાયા

સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમીક શાળાઓ મર્જ કરવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે. ગાંધીનગર ખાતે રાજ્યના સચિવે અગામી બે દિવસ માટે આ બાબતે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેની ઉપર સૌની મીટ મંડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરત જિલ્લાની શાળાઓને તાળા મારવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે મોટો વિરોધ થતા અંતિમ કોઈ નિર્ણય લેવાયો નહી, સાથે જ કોરોના મહામારી ફેલાતા કામગીરી મુલતવી હતી.

હવે, જ્યારે સુરત જિલ્લામાં કોરોનાની બીજી લહેર અંકુશમાં આવતા સાથે જ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને મર્જ કરવા સરકારમાં હિલચાલ જોવા મળી છે. રાજ્ય સરકારના નવા માપદંડને આધારે સુરત જિલ્લાના કામરેજ, ઓલપાડ, માંગરોળ, ચોર્યાસી, મહુવા, માંડવી, ઉમરપાડા, પલસાણા, બારડોલી આમ નવ તાલુકાની આગાઉ વિગતો મંગાવવામાં આવી હતી, જે મુજબ અંદાજીત 437 સ્કૂલોને તાળા લાગી શકે તેમ છે, ધોરણ 1થી 5 માં 60થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેમ જ ધોરણ 5થી 8માં 35 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓની યાદી તૈયાર કરી ભવિષ્યમાં સ્કૂલોને મર્જ કરવાની થાય તે માટે સ્કૂલોની રૂબરૂ મુલાકાત લઇને પ્રેઝન્ટેશન કરવા માટે જિલ્લા દીઠ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

જેમાં રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નવા માપદંડ મુજબની સુરત જીલ્લાના 9 તાલુકાની 437 સ્કૂલોનું લીસ્ટ તૈયાર કરાયું છે.ગાંધીનગર ખાતે તમામ જિલ્લાના શિક્ષણ અધીઅરીઓની શુક્ર અને શનિવાર આમ બે દિવસ મળનારી બેઠકમાં શાળા મર્જ કરવાની થાય તો એ અંગેના તમામ ડેટા સાથે જ અધિકારીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જેથી સરકારને આ કામગીરીમાં સરળતા રહે. બે દિવસ સુધી ચાલનારી બેઠકમાં સ્કૂલો મર્જર કરવાની બાબતે અધિકારીઓના અંગત મંતવ્યો લેવા સાથે જ શિક્ષકો પાસે કઈ રીતે કામગીરી લેવી અને બાળકોને અન્ય સ્કુલે અભ્યાસ અર્થે લઈ જવા સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણય લેવાશે.

આ નિર્ણયથી ગરીબ પરિવારનો બાળક શિક્ષણથી વંચીત રહેશે
જંગલ વિસ્તરના નાના ગામડાઓમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાએ કાર્યરત શાળાઓ અન્ય ગામની શાળાઓ સાથે મર્જ કરવાની કામગીરીનો અંતરિયાળ ગામના લોકો પહેલાથી જ વિરોધ કરતા આવ્યા છે. વિરોધ કરવાનું મુખ્ય કારણ પોતાના ગામની શાળા બંધ થવાથી માસુમ બાળકે પાંચ કિલોમીટર દૂર બીજા ગામમાં ભણવા જવાની નોબત આવતા બાળકો ને મોટી મુશ્કેલી ઉભી થશે. ત્યારે અનેક વાલીઓ બાળકોને અભ્યાસ કરતા ઉઠાડી લેવાથી સરકારના નિર્ણયને પગલે ગરીબ પરિવારનો બાળક શિક્ષણથી વંચીત રહેશે.

જિલ્લામાં સૌથી વધુ ઓલપાડ તાલુકાની શાળાઓને તાળાં લાગશે
ઓલપાડ તાલુકાના ગામોમાં બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ અર્થે મુકવામાં નોંધપાત્ર વધારો થતાં સુરત જિલ્લાની ઓલપાડ તાલુકાની સૌથી વધુ શાળાને સરકારના નવા માપદંડ મુજબ આગામી દિવસોમાં તાળા લાગશે. આટલું જ નહી આ પહેલા પણ સંખ્યાના અભાવે તાલુકાની કેટલીત શાળાઓને તાળા લાગી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...