ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી દીધાની ચકચારી ઘટનામાં આરોપી પત્ની અને પ્રેમીના 5 દિવસના રિમાન્ડ બાદ શનિવારે સમગ્ર હત્યાની ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.ગત તારીખ 15/5/2022 ના રોજ ઉમરાછી ગામે રહેતા માજી સરપંચ અને વકીલ વિરેન્દ્રસિંહ સેવાણીયાની હત્યા પત્ની ડિમ્પલે પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે મળી કરી ઘટનાને અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તપાસ કરતા પત્ની ડિમ્પલ અને પ્રેમી હેમંત શર્માએ હત્યા કર્યાનું કબુલ્યું હતું.
ત્યારે બન્ને આરોપીઓની એસઓજીએ ધરપકડ કર્યા બાદ કીમ પોલીસને સોંપતા બન્ને આરોપીઓને કોર્ટમાં હાજર કરતા તા-15/6/2022 સુધીના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે બાદ શનિવારના રોજ કીમ પીએસઆઇ પી.જી પંડ્યા સહિત મોટા પોલીસ સ્ટાફ સાથે હત્યારી પત્ની ડિમ્પલ સેવાણીયા અને તેનો હત્યારો પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા ને ઉમરાછી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર હત્યાની ચકચારી ઘટના નું રીકન્ટ્રક્શન કર્યું હતું.
આ સમયે ગ્રામજનો માં ભારે રોષ સાથે આરોપી પત્ની અને એના હત્યારા પ્રેમીને કડકમાં કડક દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.જોકે પાંચ દિવસના રિમાન્ડ માં બીજી શુ હકિકત બહાર આવશે એની ઉપર સહુની નજર છે તેમજ ઘટનામાં અન્યનો સાથ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ થતા વધુ વિગતો બહાર આવી શકે છે તેમ જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.