કરુણ ઘટના:બર્થ ડેમાં ખરીદેલી નવી સ્પોર્ટ્સ બાઇક લઈ નીકળેલા 2 મિત્રોનો ઓલપાડ-સાયણ રોડ પર અકસ્માત, બંનેનાં મોત

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોપેડને ઓવરટેક કરવા જતાં સ્લિપ મારી ગયેલું બાઇક. - Divya Bhaskar
મોપેડને ઓવરટેક કરવા જતાં સ્લિપ મારી ગયેલું બાઇક.
  • ઓવરટેક કરવા જતાં અકસ્માત, 18 દિવસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

સાયણ ગામે નહેરકોલોની ખાતે રહેતો યુવક પોતાની નવી ખરીદેલી સ્પોર્ટ્સ બાઇક પર મિત્રને બેસાડી ઓલપાડ તરફથી આવતી વખતે આગળથી જતી એક્ટિવા મોપેડને ઓવરટેક કરતી વખતે થયેલા અકસ્માતમાં બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેના મિત્રનું સારવાર દરમિયાન મોત થવાની ઘટના બની હતી.

ગંભીર ઇજાને પગલે મોતને ભેટેલો સાયણનો યુવક.
ગંભીર ઇજાને પગલે મોતને ભેટેલો સાયણનો યુવક.

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ શુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રહેતો રાકેશ વિનોદભાઈ વસાવા( ઉં.વ 21), જેના લગ્ન થયા બાદ સુખી દાંપત્ય જીવન દરમિયાન તેના ઘરે 18 દિવસ પહેલાં બાળકનો જન્મ થયો હતો. જ્યારે સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો શોખ રાખતો રાકેશ વસાવાનો 13 ઓક્ટોબરે જન્મદિવસ હોઈ એ દિવસે તેણે યામાહા કંપનીની R 15 સ્પોર્ટ્સ બાઇક લીધી હતી, જેનો હજુ રજિસ્ટર નંબર પણ આવવાનો બાકી હતો. ત્યારે 24 તારીખને રવિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં રાકેશ તેનો મિત્ર કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ તરફ આવતી વખતે સોસક કોટન મંડળી આગળના રોડ પાસેથી પસાર થતી વખતે તેમની આગળ જતી એક્ટિવા મોપેડ નંબર GJ-5 FN-8511ની ઓવરટેક કરવા માટે પૂર ઝડપભેર અને ગફલત ભરી રીતે બાઇક હંકારી એક્ટિવા સાથે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં સ્પોર્ટ્સ બાઇકચાલક રાકેશ વસાવા રોડ પર પટકાતાં શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેની પાછળ બાઇક પર બેઠેલા કાર્તિકને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાકેશે 12 દિવસ પહેલાં 13 ઓક્ટોબરે પોતાના જન્મદિવસે ખરીદેલી સ્પોર્ટ્સ બાઈક 2 મિત્રોનો કાળ બની આવી હોવાની સાબિત થયું, જ્યારે બાઇકચાલક રાકેશનું અકસ્માત સ્થળે થયેલા મોતને કારણે તેના ઘરે 18 દિવસ પહેલા જન્મેલા માસૂમ બાળકે પિતાની છત્ર છાયા ગુમાવી હતી.