આત્મહત્યા:અમરોલીના યુવકે સ્યૂસાઇટ નોટમાં લખ્યું આત્મહત્યા કરવી પાપ છે, બાદમાં ફાંસો ખાધો

ઓલપાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભત્રીજા સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યા બાદ હિસાબને લઈ તકરાર હતી

બે વર્ષ પહેલા અમરોલી ખાતે ભાડાની દુકાન રાખી કૌટુંબિક ભત્રીજા સાથે મળી ટોબેકોનો ધંધો ચાલુ કર્યો હતો. બાદ કોરોનામાં લોકડાઉન લાગતાં લાંબા દિવસ ધંધો બંધ થવાથી ખોટ જતાં નાણાકીય હિસાબને લઈને ભાગીદારો વચ્ચે તકરાર ઊભી થઇ હતી. સાથે ભાગીદારો દ્વારા પઠાણી ઉઘરાણી કરતાં અંતે યુવકે સ્યૂસાઇટ નોટ લખી કારેલી ગામે લૂમ્સનાં કારખાનાના ચોથા માળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો.

હાલ સુરત અમરોલી શ્રીગણેશ રેસિડેન્સી ખાતે રહેતા રસિકભાઈ બોધાભાઈ વોરાએ બે વર્ષ પહેલા ભાડાની દુકાન રાખી તેના કૌટુંબિક ભત્રીજા વિપુલ ઠકારશી વોરા (રહે 61 મધવાન સોસાયટી ધનમોરા ચાર રસ્તા કતારગામ) સાથે ભાગીદારીમાં ટોબેકોનો ધંધો શરૂ કરેલ. ત્યારેે લોકડાઉનના કારણે દુકાન લાંબા દિવસ બંધ રહી હતી.

દુકાનનું ભાડું માથે ચઢવા સાથે ધંધો બંધ રહેતા ખોટ ગઈ હોવાનો રશિકભાઇએ વિપુલને હિસાબ આપતા તકરાર થતી હતી, જયારે ધંધો બંધ હોવાનું બહાનું બતાવી રસિક ધંધો કરી રૂપિયા કમાયા બાદ વિપુલને હિસાબ આપતી વખતે ખોટ ગયાનું તૂત ઊભું કરી ખોટું બોલતો હોવાની વાતે તેમની વચ્ચે નાણાકિય હિસાબને લઇને તકરાર ચાલતી હતી. ત્યારે વિપુલ વોરાએ મરનાર રસિક વિરૂદ્ધ અમરોલી પોલીસમાં અરજી કરતાં અંતે તેઓ વચ્ચે સમાધાન થતાં રસિકે રૂપિયા 3 લાખ આપવાની કબૂલાત માટે માર્ચમાં બાહેંધરી લખી આપેલ.

ધંધો બંધ થતાં રસિક હાલ કારેલી ગામે ખાતામાં સુપર વાઈઝર તરીકે કામ કરતો હતો. વિપુલ દ્વારા પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી હતાશ થઈને રવિવારે ત્રણ પાનાની સુસાઇટ નોટમાં તેની સાથે બનેલી ઘટના લખવા સાથે લખ્યું કે આત્મહત્યા કરવી એ પાપ છે, પણ મે જે લખ્યું તે હકીકત સાચી છે. તેજ કારણોસર હું આત્મહત્યા કરું છું. તેમ લખી કારખાનાના ચોથા માળે રૂમમાં પંખા સાથે કોટન કપડાની પટ્ટીથી ફાંસો લગાવી આત્મહત્યા કરી લેવાની ઘટનામાં ઓલપાડ પોલીસે વિપુલ વોરા તથા હિરેન કળસરિયા વિરૂદ્ધ દુષ્પ્રેરણા આપવા બદલનો ગુનો નોધ્યો હતો.

એક પોલીસ કર્મીની શંકાસ્પદ ભૂમિકા
કૌટુંબિક ભત્રીજા સાથે ભાગીદારીમાં ટોબેકોનો ધંધો કરનાર કાકા ભત્રીજા વચ્ચે હિસાબ બાદ નાણાકીય તકરાર ઊભી થતાં આખી ઘટના અમરોલી પોલીસ સ્ટેશને પહોંચી હતી ત્યાં પોલીસની મધ્યસ્થીએ સમાધાન થયેલ. જયારે સમાધાનના લખાણ કરતાં વધારે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી આત્મહત્યા કરનાર રસિકને ત્રાસ આપવામાં પોલીસ કર્મી પણ સહકાર આપતો આવેલો હોવાનું સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...