કામરેજ તાલુકાનાં છેવાડાના શેખપુર ગામે રહેતો કિશન પટેલ નામનો યુવક રવિવારે ઓલપાડ તાલુકાનાં સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થયા બાદ તેનું મોત થવાની ચોકાવનારી ઘટના બની હતી. ક્રિકેટ પ્રેમી યુવાનનું ક્રિકેટ રમતા અચાનક મોત થવાની રવિવારે બનેલી ઘટના જેવી જ અગાઉ ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનામાં યુવકનું મોત થયું હતું. ત્યારે ત્રણ વર્ષના સમય ગાળામાં ક્રિકેટ રમતા રમતા બે યુવકનો ભોગ લેવાની ઘટનાએ ગામ શોકમાં ડૂબ્યું છે. શેખપુર ગામે પટેલ સમાજમાં બે યુવાનોનું ક્રિકેટની રમતે ભોગ લેવાની ઘટના બની છે.
ત્રણ વર્ષમાં ક્રિકેટ રમતા રમતા બે યુવકનો ભોગ લેવાયાની ઘટના
ઘટનાની વિગતવાર હકીકત એવી કે મૂળ કામરેજ તાલુકાનાં છેવાડાના શેખપુર ગામના વતની અને હાલ સુરત શહેર વિશાલ નગર સોસાયટી, જહાંગીરપુરા ખાતે રહેતા અને ઓલપાડ કોર્ટમાં વકીલાત કરતાં એડવોકેટ અતુલભાઈ પટેલનો 27 વર્ષની ઉમરનો દીકરો કિશન પટેલ કે જે ક્રિકેટ પ્રેમી હોય રવિવારે રજાના દિવસે મીત્રો સાથે ક્રિકેટ મેચ રમવા જાય.
ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર અચાનક બેભાન થયો
ત્યારે રવિવારને 5 ફેબ્રુવારીએ તે ઓલપાડ તાલુકાનાં સેલૂટ ગામે ક્રિકેટ રમવા જતાં ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર અચાનક બેભાન થઈ જતાં અન્ય મિત્રોએ 108 વડે સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં જ્યાં ફરજ પરના તબીબે કિશન ને મરણ જાહેર કરેલ. જ્યારે ક્રિકેટ રમતા અચાનક બેભાન થઈને મોત થવાની ઘટનામાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
3 વર્ષમાં 2 યુવકના મોત
આસરે ત્રણ વર્ષ પહેલા પણ શેખપુરનો નિકેશ બાલુભાઈ પટેલ મીત્રો સાથે કોસાડ ગામે ક્રિકેટ મેચ રમવા જતાં ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થઈ જતાં મોત થવાની ઘટના બની હતી. ત્યારે ત્રણ વર્ષ બાદ ફરીવાર શેખપુર ગામનો યુવાન કિશન પટેલ પણ તેજ રીતે ક્રિકેટ રમતા અચાનક બેભાન થયા બાદ મોત થવાની ઘટનાએ ક્રિકેટની રમતે બે યુવાનોના ભોગ લેવાની ઘટનાએ શેખપુર ગામ શોકમાં ડૂબ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.