તપાસ:ટ્રકને નડતરરૂપ વીજતાર હટાવતી વેળાએ કરંટ લાગતા યુવકનું મોત

કીમ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ તાલુકાના બોલાવ ગામમાં બનેલી ઘટના

ઓલપાડ તાલુકાના બોલાવ ગામે આવેલ ખેતરમાં શેરડી કાપણી બાદ ટ્રક શેરડી ભરી જઈ રહી હતી ત્યારે ખેતરમાંથી પસાર થતી એગ્રીકલ્ચર વીજલાઈન ટ્રકને અડી ગઈ હતી. જેથી એક મજૂર વીજ લાઈન ખસેડવા જતાં હાથ ટ્રકને અડી જતાં તેને જોરદાર કરંટનો ઝાટકો લાવ્યો હતો. કરંટથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડતાં તેને મૃત જાહેર કરાયો હતો.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના બોલાવ ગામની સીમમાં શેરડી કાપણીનું કામ ચાલી રહ્યું હતું. શેરડી ટ્રક નંબર (GJ- 6 VV -5231) શેરડી ભરી રવાના કરી હોય. જે ટ્રક બોલાવ ગામની સીમમાં ગોરાટ વાળી જગ્યાએથી પસાર થતી વેળા ટ્રક એગ્રીકલ્ચર વીજ લાઇનને અડી જતી હોય. જેથી શેરડી કાપણી કરતા મજૂર રાયસિંગ મગનભાઈ વસાવે (33) (મૂળરહે,ઉદયપુર,મહારાષ્ટ્ર)નાઓ વાંસ લાવી વીજ વાયર હટાવવા જતા ટ્રક સાથે હાથ અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો.

કરંટ લાગતા સ્થળ પર પડી જતા આસપાસના મજૂરો દોડી આવ્યા હતા. જહેમત બાદ કરંટ લાગનાર રાયસિંગ વસાવે ને કીમ સાધના હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે કીમ પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...