ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમના એક કોમ્પ્લેક્ષના પાંચમા માળે એક મહારાષ્ટ્રીયન મોઢું ધોવા જતી વખતે અચાનક જમીન નીચે પટકાતા તેનું મોત થયું છે. વિગત મુજબ મુળ મહારાષ્ટ્ર રાજ્યના વતની બાબાસાહેબ છગનભાઇ ત્રિભુવન(38)સાયણ સુગર રોડ ઉપર કારેલી ગામ પાસેના સિલ્વર કોમ્પ્લેક્ષમાં પાંચમા માળનથી રૂમ નંબર-451 માં રહેતો હતો.બાબાસાહેબ ત્રિભુવન ગત રવિવાર,તા.05 ના રોજ બપોરે- 3.00 કલાકના સુમારે તેના રહેઠાણ કોમ્પ્લેક્ષના પાંચમા માળે મોઢું ધોવા જઈ રહ્યો હતો.
તે વખતે અચાનક પાંચમા માળેથી જમીન નીચે પટકાયો હતો. જેથી તેને ડાબા હાથના કોણીના ભાગે, ડાબા પગના એડીના ભાગે તથા શરીરના અંદરના ભાગે ગંભીર ઇજાઓ થતા તે બેભાન થઈ ગયો હતો.જેથી ઈજાગ્રસ્તને એપાર્ટમેન્ટમા રહેતા આમોલ ગાયકવાડ તથા નિખિલ ગાયકવાડ બેભાન અવસ્થામાં મો.સા.ઉપર બેસાડી સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા.જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ બાબતે મૃતકના સબંધી અને સાયણ સુગર ફેકટરીમાં નોકરી કરતા ભાઉસાહેબ પુંજા પગારે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.જેના પગલે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો.ગણેશ સંપત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.