અકસ્માત:કુડસદમાં રિવર્સ આવતી કારે રમી રહેલી બે વર્ષની બાળકીને કચડી

કીમ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઇજાને પગલે માસુમ બાળકીએ અંતે દમ તોડ્યો

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ગફલત ભરી રીતે કાર રિવર્સ લેતા બે વર્ષીય બાળકીને કચડી કાઢતા મોત થયું હતું.ઓલપાડ તાલુકાના કુડસદ ગામે સમૂહ વસાહત નગરના સરદાર નગરમાં કિશનભાઈ ભોપાભાઈ વાઘરી (મૂળ-સુરેન્દ્રનગર) પરિવાર સાથે રહે છે. તેમની બે વર્ષીય દીકરી કવિતા સરદાર નગરમાં મહાદેવ મંદિર સામે રોડ ઉપર રમી રહી હતી. આ સમય દરમિયાન ત્યાં જ રહેતા મુકેશભાઈ લક્ષમણભાઈ ગોહિલ રહે, સમૂહ વસાહત નગર, મહાદેવ મંદિર સામે, પ્લોટ નં 27, મૂળ રહે, સામનપોર, મંદિર ફળિયું, તા-વાઘરા, જી-ભરૂચ રહે છે.

જેઓ પોતાની ઇકો કાર નં (GJ5 JK 1529) બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી રિવર્સ લેતા ત્યાં રમતી બે વર્ષીય બાળકી કવિતાના માથાના ભાગે કારનું ખાલી સાઈડનું વ્હીલ ચઢાવી દઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. સદર અકસ્માત થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે ગંભીર ઇજાગ્રસ્ત કવિતાનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

સદર ઘટના બાદ કીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કીમ પોલીસે ઈપીકો કલમ 279,338 304(A) તથા એમ વી એક્ટ 177,184 મુજબ અકસ્માત કરનાર કાર ચાલક મુકેશભાઈ લક્ષમણભાઈ ગોહિલ ઉપર ગુનો નોંધી વધુ તપાસ કીમ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...