તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાયણમાં શેરડી ભરેલું ટ્રેક્ટર ખાડામાં ખાબકતાં કચડાયેલા 2 મોતને ભેટ્યા, ખેતરમાંથી શેરડી ભરી સુગરમાં જતી વેળા અકસ્માત

ઓલપાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયણ પૂર્વમાં રામવાટીકા તરફ જતા રસ્તા ઉપર ટ્રેલરમાં ભરેલી શેરડી ટ્રેક્ટર ઉપર પડતા ચાલક અને સાથે બેઠેલા તેના મિત્ર બંને શેરડી નીચે દબાઇ જતાં તેમના ઘટના સ્થળે મોત નિપજયા હતા. મૂળ ડાંગ જિલ્લાના યાકુબભાઈ ગાંગુજા સાયણ સુગરના કોન્ટ્રાક્ટમાં ટ્રેકટર ઉપર ડ્રાઇવિંગ કરે છે. તા 22/3/2021 ના રોજ સાત વાગે તેઓ ટ્રેક્ટર નંબર (GJ-05C-9142)તથા ટ્રેલર નંબર-(GQC-9107) લઈને યાકુબ તથા મજૂર મહેશભાઈ રમણભાઈ પવાર સાથે સાયણ સુગરમાંથી સાયણ ગામની સીમમાં શેરડી ભરવા માટે ગયા હતા.

શેરડી ભરીને સાયણ સુગર આવવા નીકળ્યા હતા. તે દરમિયાન દસેક વાગ્યે રામવાટીકાથી સાયણ તરફ જતા રસ્તા ઉપર જમણા કાંઠાની નહેરની નજીક આવતા યાકુબે પોતાના કબજાનુ ટ્રેકટરને પુરઝડપે હંકારતા તેણે સ્ટિયિરંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેકટરને નહેરની બાજુમાં આવેલા ખાડામાં ઉતારી દીધું હતું. સાથે ટ્રેક્ટરની પાછળનું ટ્રેલર ઊંચું થઈ જતાં તેમાં ભરેલી શેરડી ટ્રેકટર ઉપર પડતા યાકુબ તથા મહેશભાઈ શેરડીમાં દબાઈ જતા બંનેના ઘટના સ્થળે મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...