ઓલપાડ પોલીસે સાયણ સુગર નહેર પાસેથી મોપેડ ઉપર ગૌમાંસ લઈને આવેલ સાયણના યુસુફ સુલેમાન પટેલને 13 કિ.ગ્રા.ગૌમાંસના જથ્થા સાથે દબોચી લીધો છે.પોલીસે આ ગુનામાં કુલ રૂ. 36950નો મુદામાલ કબજે લઈ ગૌમાંસનો જથ્થો પુરો પાડનાર સુરત શહેરના ઝાંપાબજારનો આરીફ મહંમદ કુરેશીને વોન્ટેડ જાહેર કર્યો છે.
સાયણ આઉટ પોલીસ ચોકીના અ.હે.કો.નિતેશ ભાણાને ખાનગી બાતમી મળી હતી કે,એક ભુરા ક્લરની સુઝુકી એકસેસ મોપેડ નં.(GJ.05HW.8607) ઉપર એક ઇસમ શંકાસ્પદ ગૌમાંસ લઇને સાયણ સુગર નહેર ઉપરથી સાયણ ગામ તરફ આવનાર છે.
આ બાતમીના પગલે પીઆઇ એમ.બી.તોમર તથા પીએસઆઇ એમ.એ.ચૌહાણની સુચના મુજબ અ.હે.કો. નિતેશ ભાણાએ પોલીસ સ્ટાફ તથા જી.આર.ડી. સભ્યો સાથે બાતમી સ્થળે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન સુઝુકી એકસેસ મોપેડ નં.(GJ.05HW.8607) નો ચાલક યુસુફ સુલેમાન પટેલ(27) (રહે-સાયણ,મનખ ફળિયું)મોપેડ ઉપર પ્લાસ્ટીકની થેલીમાં માંસનાં ટુકડા સાથે આવતા તેને પોલીસે ઝડપી લીધો હતો.જયારે ઝડપાયેલ માંસના જથ્થાનું પોલીસે સાયન્ટીફક ઓફીસર એફ.એસ.એલ.ફાલસાવાડી,સુરત ખાતે પરીક્ષણ કરાવતા આ પકડાયેલ માંસનો જથ્થો ગૌવંશનું માંસ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી યુસુફ સુલેમાન પટેલને 13 કિલોગ્રામ ગૌવંશ માંસ,જેની કિંમત રૂ.1950 તથા રૂ.35000 ની કિંમતનું એકસેસ મોપેડ મળી કુલ રૂપિયા 36950 ના મુદામાલ સાથે દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે,આ જથ્થો સુરત શહેરના ઝાંપાબજાર માર્કેટમાં રહેતો આરીફ નુરમહંમદ કુરેશી પાસેથી લીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરાયા છે.
આ રીતે ચાલે છે આખુ નેટવર્ક
આ વિસ્તારના લોકોની બુમરેંગ મુજબ સાયણ રેલ્વે સ્ટેશન ઉપર વહેલી સવારે ભરૂચ બાજુથી આવતી લોકલ ટ્રેનના પાછળના ડબ્બામાંથી ડેઇલી માંસના થેલાઓ ઉતારી સ્ટેશનની બાજુમાં આવેલ કાશી ફળિયાથી માંસના થેલાઓ કેટલાક મટન શોપ ઉપર સપ્લાય થઈ રહ્યા છે. જેથી પોલીસ હજુ પણ સાયણમાં પાછળ વોચ કડકાઈનો કોરડો વિંઝે તો વધુ ગૌમાંસ ઝડપાઈ તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.