એજન્સી પર તપાસનો ધમધમાટ:સરોલી ગામે ગેરકાયદે ગેસ રિફિલિંગનું મોટું નેટવર્ક ઝડપાયું, સબસીડીવાળા સિલિન્ડરમાંથી ખાનગી ગેસ સિલિન્ડરનું રિફિલિંગ

ઓલપાડ6 મહિનો પહેલા
  • 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ ડીએસઓને રિપોર્ટ કરવામાં આવ્યો

સરોલી ગામ ખાતે ઘરેલુ વપરાશના ગેસની બોટલ માંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નું મોટા પાયે રેકેટ ચાલતું હોવાની ઓલપાડ મામલતદારને મળેલી માહિતીને આધારે તપાસ કરતા મોટા પાયે મુદ્દામાલ મળી આવતા ઓલપાડ મામલતદારે કાયદેસરની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કર્યો હતો.

ઓલપાડ તાલુકાના છેવાડાના અને સુરત શહેરને અડીને આવેલા સરોલી ગામ ખાતે નવાપરા ખાતે રહેતા મનહરભાઈ બાલુભાઈ પટેલના ઘરના પાછળ ખુલ્લી જગ્યામાં ગેસ એજન્સી વાળા સાથે મળીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાનું રેકેટ ચાલતું હોવાની ઓલપાડ નાયબ મામલતદાર અનિમેષ ચૌધરીને મળેલી માહિતીને આધારે સ્ટાફ સાથે સ્થળ તપાસ કરતા ઘટના સ્થળ પર કેટલાક ઈસમો ઇન્ડેન કંપનીના ઘરેલુ ગેસની સિલિન્ડરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની પવૃત્તિ ચાલતી હોય ત્યારે ગેસ રિફિલિંગ કરનાર ઈસમો અધિકારીઓને જોઈને ભાગી ભાગી છૂટ્યા હતા.

તપાસ દરમિયાન સ્થળ પરથી GJ-05, BW-2495, GJ-05, W-1455, GJ-05, BV-1928, GJ-05, BW-9007 આમ ચાર થ્રી વહીલ લોડિંગ રીક્ષા તમામ ની કુલ કિંમત 10,00,000 લાખ ડીઝીટલ વજન કાંટો 1 કિંમત રૂપિયા 3000 ગેસ ભરવાની પાઇપ, ગેસની બોટલ ઉપર મારવાના પેકીંગ સીલ 42 નંગ, ગેસ ભરેલી બોટલ 33 નંગ કિંમત રૂપિયા 77,715 અને સીલ તૂટેલી ગેસ ભરેલી બોટલ 23 નંગ કિંમત રૂપિયા 47,606 મળી 11,28,631 લાખનો મુદામાલ કબજેલીને ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ બાબતે ઊંડાણ પૂર્વકની તપાસ કરતા સ્થળ પરથી મળેલી બોટલ પિંકી ગેસ એજન્સી અને ચંદન ગેસ એજન્સી માંથી આવી હોવાનું નોંધાયું હતું.

ઓલપાડ તાલુકા માં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાના ચાલતા રેકેટ બાબતે ઓલપાડ મામલતદારને જાગૃત નાગરિકો અને ખાનગી સંસ્થાઓ દ્વારા વારંવારની રજુઆત કરી હતી. છતાં કાર્યવાહી ન કરતા બેખોફ બનીને ગેરકાયદેસરનો વેપલો કરતા આવેલા ઈસમો એ સરોલી ગામે મોટા પાયે કામગીરી ચાલુ કર્યાનું નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકામાં પ્રથમ વખત 11 લાખથી વધુના મુદ્દામાલ પકડી પડી કાર્યવાહી કરવામાં આવી છે. જયારે આખા રેકેટમાં તપાસની કામગીરી કરનાર ઓલપાડ નાયબ મામલતદાર અનિમેષ ચૌધરી ના કહેવા મુજબ ગેરસકયદેસર ચાલતા રિગફિલિંગ સ્ટેશન માટે જિલ્લા પુરવઠા અધકારીને લેખિત રિપોર્ટ કર્યો છે આગળની કાયદેસરની કાર્યવાહી ડી.એસ.ઓ ના રિપોર્ટ મુજબ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...