તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું બિહામણું દ્રશ્ય:સાયણ જીવનરક્ષામાં કોવિડ સેન્ટર દર્દીથી ઉભરાતા હાઉસ ફૂલનું બોર્ડ લગાવાયું

ઓલપાડ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરત ગ્રામ્યમાં બીજા રાઉન્ડમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. એક તરફ વેક્સિન આપવાની કામગીરી સાથે બીજી બાજુ કેસના સેમ્પલ લેવા અને પોઝિટિવ દર્દીને યોગ્ય સારવાર આપવાની આમ તમામ કામગીરીએ તંત્ર દોડતુ થયું છે. ત્યારે હાલ વધતા કેસની સંખ્યાએ ખાનગી હોસ્પિટલોએ કાર્યરત કરેલ કોવિડ સેન્ટરો દર્દીથી ઉભરાતા હોસ્પિટલે કોવિડ સેન્ટર હાઉસ ફૂલનું બોર્ડ લગાવવા સાથે દર્દીને સુરતની હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. સુરત ગ્રામ્યમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેસનની ઝૂંબેશ ચલાવી પણ કેસમાં ઘટાડો થવાની સરખામણીમાં ઉલટું પહેલા રાઉન્ડ કરતા પણ વધુ ઝડપે અચાનક કેસમાં વધારો થતા કોવિડ સેન્ટર હાઉસ ફૂલ થઈ રહ્યા છે.

નજીવા ચાર્જથી સારી સારવાર આપવાને લઈને દર્દીઓનો ધસારો છે
ઓલપાડ તાલુકાનું એક માત્ર કોવિડ સેન્ટર અમારી સંસ્થાની હોસ્પિટલમાં કાર્યરત છે. જ્યારે સુરતની લૂંટ ચલાવતી હોસ્પિટલોની સરખામણી એ અમે નજીવા ચાર્જ માં સારી સેવા આપતા હોવાથી કોવિડ સેન્ટર પર દર્દીઓનો ધસારો થતા બેડના અભાવે બોર્ડ લગાવવાની ફરજ પડી છે. > રાકેશ પટેલ, ટ્રસ્ટ પ્રમુખ

મહિના પહેલા સાયણમાં આવેલી જીવનરક્ષાનું કોવિડ સેન્ટર ખાલ હતું ત્યાં આજે એક પણ બેડ ખાલી નથી. કોરોના કેસથી કોવિડ સેન્ટર ઉભરાતા મેનેજમેન્ટે હોસ્પિટલ બહાર “કોવિડ વોર્ડ ફૂલ હોવાથી દર્દીઓએ સુરત તથા અન્ય જગ્યાએ દાખલ થવા વિનંતી “ નું બોર્ડ લગાવવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો