ઓલપાડ તાલુકાના પરીયા ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાળ જમણાં કાંઠા નહેરના ઊંડા પાણીમાં તણાઈ આવેલ એક શ્રમજીવીની લાશ મળી આવી છે.મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના મિરઝાપુર જિલ્લાનો વતની રમેશચંદ્ર ત્રિલોકનાથ શર્મા(ઉ.વ ૩૯) હાલ માંડવી તાલુકાના કરંજ ગામના ઓમ કોમ્પલેક્ષના મકાન નં-બી/9 માં રહેતો હતો અને કારખામાં મજૂરી કામ કરતો હતો.આ શ્રમજીવી ગત શુક્રવાર, તા.13 ના રોજ સાંજે-4.30થી રાત્રે-11.15ના સમયે લીમોદરા ગામની સીમમાંથી પસાર થતી કાંકરાપાર જમણા કાંઠા નહેરના ઉપરવાસમાં કોઇક જગ્યાએથી વહેણના ઊંડા પાણીમાં કોઇ કારણસર પડી ગયો હતો, જેથી તે પાણીના વહેણમાં તણાઈ જવાથી તેનું ડૂબી જતા મોત થયું હતું.
મૃતકની લાશ આજે ઓલપાડ તાલુકાના પરીયા ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીના વહેણમાં તણાઈ આવી હતી. આ બાબતે મૃતકના સબંધી વિનોદ શ્યામલાલ શર્માએ ઓલપાડ પોલીસમાં જાણ કરી હતી. જેના પગલે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.