તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સાયણના હુમલામાં સામસામી ફરિયાદ, 8 વિરૂદ્ધ ગુનો નોંધાયો

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે તલવાર જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો

ઓલપાડ તાલુકા સાયણ ગામે સોમવારની રાત્રે નજીવી બાબતે ટપોરીઓ બે જૂથ આમને સામને થવા સાથે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવા સાથે મોટર સાઇકલ સળગાવી દેવા જેવી ગંભીર ઘટનામાં અંતે સાયણ પોલીસે બે પક્ષ મળી 8 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સાયણ ગામે સક્રિય બનેલી ટપોરી ટોળકીએ પોતાનું અસ્તિત્વ જમાવવા સાથે લોકોમાં પોતાની બીક ઉભી કરવાની ગુનાહિત માનસિકતા તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે જાહેરમાં ધસી આવી જીવલેણ હુમો કરવા જેવી ઘટનાને અંજામ આપતા આવેલ છે. ત્યારે ટપોરી ટોળકીની ગુનાહિત પવૃત્તિ ને સાયણ પોલીસ ગંભીરતાથી ન લેતા બેફામ બનેલી ટોળકીએ સોમવારની રાત્રે તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે રસ્તાપર ઉતરી આવી જીવલેણ હુમલો કરવા સાથે મોતર સાઇકલ સળગાવવાની ઘટનામાં અંતે સાયણ પોલીસે બંને પક્ષ મળી 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાયણ પોલીસે ટપોરી તત્ત્વો વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા પોતાને ભાઈ સમજતા ટપોરીઓ પોલીસની બીકે ઉંદરની માફક દરમાં ઉતરી ગયા હોવાનું પોલીસનું કહેવું છે. જ્યારે જાહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે આવી ધમાલ કરી લોકો પર પોતાની ધાક જમાવનાર ટપોરી તત્વોને લઈને સાયણનું વાતાવરણ તંગ બન્યું હતું.

બંને પક્ષો મળી આમની સામે ફરિયાદ
દિપક , ફિરોજ , રામસિંગભાઇ ભૈયા, બળવંત ઉર્ફે માંજરો, મહેશભાઇ ઉર્ફે મચ્છર રાઠોડ, પિંટુ અને મંગલસિંગ, તમામ રહે.સાયણ.

રીઢા બનેલા ટપોરી તત્વોને ડામવા જરૂરી
સાયણ ગામે છાશ વારે તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ધમાલ કરવા નીકળતા ટપોરીઓ કે જેઓ એ ફરીવાર ધમાલ કરી ગામમાં શાંતિ દોહરવાની કોશિશ કરવા સાથે કાયદો ને વ્યવસ્થા ને પડકાર ફેંક્યો છે તેવા કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયા છે . ત્યારે પોલીસ આ બાબતની ગંભીરતા લે તે જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...