રેસ્ક્યૂ:હાંસોટથી નર્મદાની પરિક્રમાએ નીકળેલી 40 યાત્રાળું ભરેલી બોટ દરિયામાં રસ્તો ભૂલી ડભારી પહોંચી ગઈ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓલપાડના ડભારી દરિયા કિનારે પહોંચેલી દરિયામાં રસ્તો ભૂલેલી બોટ. - Divya Bhaskar
ઓલપાડના ડભારી દરિયા કિનારે પહોંચેલી દરિયામાં રસ્તો ભૂલેલી બોટ.
  • ભૂલી પડેલી બોટ ડભારી નજીક દેખાતા તમામનું રેસ્ક્યૂ કરી હેમખેમ હાંસોટ મોકલાયા

નર્મદા પરિક્રમાનું ધાર્મિક મહત્વ હોવાથી ગુજરાત, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે અને હાસોટના દરિયા કિનારે આવેલા ગામથી બોટમાં બેસી ભરૂચના અંભેટા ગામ નજીક નર્મદા સંગમ સુધી પોહચી પરિક્રમાની શરૂઆત કરતા હોય છે. ત્યારે ગઈ કાલે 40 જેટલા પરિક્રમાવાસીઓ ભરી બોટ દહેજ નજીક અંભેટા ગામ જવા નીકળી હતી પરંતુ બોટ ચાલક દરિયામાં રસ્તો ભૂલી જતા પરિક્રમાવાસીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.

દરિયામાં પરિક્રમાવાસીઓ ભરેલી બોટ દરિયામાં રૂટ ભૂલી હોવાના સમાચાર મળતા અંકલેશ્વર ડેપ્યુટી કલેકટર અને હાંસોટ મામલતદાર એલર્ટ થયા હતા. સદનસીબે દરિયામાં ભૂલી પડેલી બોટ ઓલપાડના દરિયા કિનારે આવેલા ડભારી ગામે નીકળતા ગામના સરપંચ અને ઓલપાડ પોલીસ તાબડતોડ દરિયા કિનારે પહોચી તમામ પરિક્રમાવાસીઓનું રેસ્ક્યુ કરી સુરક્ષિત હાંસોટ ખાતે મોકલવામાં આવ્યા હતા.

જ્યારે દરિયામાં ભૂલી પડેલી બોટ ઓલપાડના ડભારી દરિયા કિનારે આવી હતી. ત્યારે 40 જેટલા ગુજરાત, ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પરિક્રમાવાસીઓ હતા. જો કે તમામનું સુરક્ષિત રેસ્ક્યુ કરતા પરિક્રમાવાસીઓમાં જીવમાં જીવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...