તપાસ:સૌંદામીઠા આશ્રમ શાળાનો 14 વર્ષનો કિશોર ગુમ થયો

કીમ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુમ થનાર કિશોર મૂળ સોનગઢના માંડવીપાણીનો

ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે આવેલ સૌંદામીઠા હળપતિ આશ્રમ શાળામાં અભ્યાસ કરતો 14 વર્ષીય બાળક ગુમ થતા તેના ગુમ થયાની ફરિયાદ નોંધી ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. કિશોર નું અપહરણ થયું કે તે આશ્રમશાળા છોડીને ક્યાંક ચાલ્યો ગયો તે અંગે રહસ્ય ઘેરાયું છે

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડના સૌંદામીઠા ગામે સૌંદામીઠા હળપતિ આશ્રમ આવેલ છે.જ્યાં રહી કમલેશભાઈ છગનભાઈ કાથુડ (ઉ.વ.14 વર્ષ ,2 માસ)( રહે. માંડવીપાણી તા.સોનગઢ જી.તાપી) અભ્યાસ કરે છે. આશ્રમશાળામાંથી કોઈક કારણસર ક્યાંક ચાલી ગયેલ છે અથવા તો કોઈ અજાણ્યો ઈસમ પોતાનો બદ ઈરાદો પાર પાડવા ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી તેનું અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા હોવાનું જાણવા મળે છે.

ગુમ બાળક શરીરે મધ્યમ બાંધાનો, રંગે શ્યામ વર્ણનો, મોઢું લંબગોળ, જેની ઉંચાઈ આશરે ૪ ફુટ છે અને શરીરે લીલા કલરની કોલરવાળી ટુકી બાંયની ટી-શર્ટ તથા ભુરા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે અને ગુજરાતી ભાષા તથા કાથુડ બોલી જાણે છે.સદર ગુમ બાળક અંગે ઓલપાડ પોલીસે ઈ.પી.કો. કલમ 363 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...