કોરોના અપડેટ:ઓલપાડ તાલુકાની શાળાના વધુ 8 બાળકો અને 7 શિક્ષકો સંક્રમિત

ઓલપાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકામાં દાંડી રોડ પર આવેલી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતો બાળક 5 દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યાનું સુરત શહેર આરોગ્ય વિભાગની તપાસમાં નોધાયા બાદ તાલુકા આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે તેના સંપર્કમાં આવેલા અન્ય લોકોની તપાસ કરતા રવિવારે અચાનક 15 જેટલા લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તાલુકા આરોગ્ય વિભાગે સ્કુલ બંધ કરાવી હતી.

ઓલપાડ તાલુકાના દાંડી રોડ પર આવેલી ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતો અને પરિવાર સાથે સુરત શહેર ખાતે રહેતો બાળકમાં કોરોના પોઝીટીવ હોવાનું સુરત શહેર આરોગ્ય વિભાગમાં નોધાયા બાદ શહેર આરોગ્ય વિભાગે આબાબતની સુરત ગ્રામ્ય આરોગ્ય વિભાગને માહિતગાર કરતા ઓલપાડ તાલુકા આરોગ્ય વિભાગને વધુ તપાસની કામગીરી સોપવામાં આવતા સ્કુલમાં અભ્યાસ અર્થે આવ્યા બાદ બાળકના સંપર્કમાં આવેલા તેની સાથે વર્ગ ખંડમાં બેસતા બાળકો અને શિક્ષકોની કોરોના તપાસ અર્થે સેમ્પલો લેવાયા હતા. ત્યારે રવિવારે આવેલા રીપોર્ટમાં સ્કુલના અન્ય 8 જેટલા વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો મળી કુલ 15 કોરોના પોઝીટીવ હોવાનું નોધાયું છે.

અન્ય સમાચારો પણ છે...