સ્ત્રી શક્તિનું ઉદાહરણ:74 વર્ષના વૃદ્ધાને મંડળીમાં સેવાકીય પ્રવૃત્તિનો જુસ્સો, સાયણ સુગરની ચૂંટણી માટે સૌથી વધુ ઉંમરના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી

ઓલપાડએક વર્ષ પહેલાલેખક: દિલીપ ચાવડા
  • કૉપી લિંક
સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ. - Divya Bhaskar
સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ.

એમ કહેવાય છે કે લોકો માટે અને લોક હિતની સેવાકીય પવૃત્તિ કરવા માટે ઉમરની કોઈ બાધ નથી હોતી. દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલોમાં પહેલા 74 વર્ષીય મહિલા છે, જેઓ ખેડૂતોના હિતનું વિચારીને સહકારી ક્ષેત્રમાં જોડાયા છે. દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં નર્મદાબહેને 74 વર્ષની ઉમરે સહકારી ક્ષેત્રમાં આવવાની વાતે તેમણે કહ્યું હું ખેડૂત પરિવારમાંથી આવું છું. હું ખુદ ખેતી કરતી આવી છું, જેથી ખેડૂતની મહેનત અને તેમની વ્યથાને સારી રીતે જાણું છું, જેથી ખેડૂતોના હિત માટે હું સાયણ સુગર મંડળી માં સેવા આપવા સાયણ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચુંટણીમાં ઉમેદવારી કરી હોવાનું જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાતની સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ની આગામી 5 વર્ષ માટે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર થતા મહિલા અનામત બેઠક પરથી 74 વર્ષીય વયોવૃદ્ધ ધર્મદાબેન નરોતમભાઈ પટેલ જે મૂળ અસનાડ ગામના તળપદા કોળી પટેલ સમાજના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે ઉમેદવારી નોધાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખુદ ખેતી કરવા માટે ટેવાયેલા નર્મદાબહેને વર્ષ 2015માં યોજાયેલી સાયણ સુગરની ચૂંટણીમાં 69 વર્ષની ઉમરે મહિલા અનામતની બેઠક પરથી ઉમેદવારી નોધાવતા તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.

5 વર્ષ સુધી ડિરેક્ટર પદે રહીને ખેડૂતો માટે સેવાકીય પવૃત્તિ કરતા આવેલા નર્મદાબહેન પટેલે ફરીવાર 74 વર્ષની ઉમરે મહિલા અનામત બેઠક પર રવિવારે ઉમેદવારી નોધાવી છે.તેમના જણાવ્યા મુજબ જયારે મેં પ્રથમ વખત ચૂંટણીમાં ઉમેદવારી કરી ત્યારે જ ખેડૂતના હિત માટે કાર્યરત સુગર મંડળીમાં મારાથી થાય તેટલી વધુ સેવા આપવાનો મેં નિર્ધાર કરેલો. આટલુંજ નહી પણ ફરી મને સેવાનો મોકો મળેતો હું 5 વર્ષ સુધી મારાથી થાય એટલી હદે ખેડૂતો અને સંસ્થા માટે સેવાકીય કામગીરી કરતી રહીશ. મારા માટે રાજકારણને કોઈ મહત્વ નથી. માત્ર સેવા એજ મારો મુખ્ય ઉદેશ્ય છે.

બોર્ડના સભ્યોએ તેમને “બા” કહે છે
સાયણ સુગર વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યોમાં નર્મદાબહેનએ સૌથી મોટી ઉંમરના ડિરેક્ટર હોય, તેઓ બોર્ડ મીટિંગમાં હમેંશા અમને હળીમળીને સંસ્થાના અને ખેડૂતોના હિતની કામગીરી કરવાની સલાહ આપતા આવ્યા છે. અમુક વખતે ડિરેક્ટરો વચ્ચે કોઈ બાબત મનદુઃખ કે બોલાચાલી થાય ત્યારે તે અમને સમજાવીને મનાવતા અમારી બોર્ડના તમામ સભ્યોએ તેમને “બા” કહી બોલાવે છે. 74 વર્ષની ઉંમરે અમારી સાથે રહીને ખેડૂત તથા સંસ્થાલક્ષી સેવા આપવી એ અમારા માટે પણ માનની વાત છે.-રાકેશ પટેલ, માજી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...