હદ વિસ્તરણ:ઓલપાડના 4 ગામને ગૃપ પંચાયત છુટી કરી અલાયદો દરજ્જો અપાયો

ઓલપાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાસલાખુર્દ ગ્રામ પંચાયતમાંથી કાછોલ અને કાસલાબુજરંગ તથા ગોલા પંચાયતમાંથી આધી ગ્રામ પંચાયત અને કણભી અને પારડી પંચાયત અલગ

ગ્રુપ ગ્રામ પંચાયતોને છુટી પાડી અલગ ગ્રામ પંચાયત ફાળવણી કરવાની કામગીરીના ભાગરૂપે ઓલપાડ તાલુકાની 3 ગ્રુપ ગ્રામ પંચાયતોને છુટી પાડી તેમાં સમાવશે થતા ગામોને અલગ પંચાયતોની ફાળવણી કરતા ફરી વધુ નવી 4 પંચાયતો અસ્તિત્વમાં આવી છે.

સુરત મહાનગરનું પાલિકા હદ વિસ્તરણ થતા ઓલપાડ તાલુકાના ઉમરા, ગોથાણ, સેગવા અને વસવારી આમ ચાર ગામોનો પણ સુરત શહેરમાં સમાવેશ કરવામાં આવતા આગામોની ગ્રામ પંચાયતોનું વિસર્જન કરવામાં આવ્યું. હદ વિસ્તરણ પહેલા ઓલપાડ તાલુકાની કુલ 96 ગ્રામ પંચાયતો હતી જે ઘટીને 92 થઈ હતી. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચુંટણી પહેલા રાજય પંચાયત વિભાગ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતોને અલગ કરવાની કામગીરી ઓલપાડ તાલુકામાં પણ કરી હતી.

ઓલપાડ તાલુકાની કાસલાખુર્દ ગ્રામ પંચાયત કે જેમાં કાછોલ અને કાસલાબુજરંગ આ બે ગામનો સમાવશે કરી ગ્રુપ ગ્રામ પંચાયત કાર્યરત હતી જે માંથી કાછોલ અને કાસલાબુજરંગ અલગ ગ્રામ પંચાયત તથા ગોલા ગ્રામપંચાયત માં સમાવેશ થયેલા આધી ગામને પણ ગ્રામ પંચાયત ફાળવણી કરવા સાથે કણભી ગામમાંથી પારડી ગામને અલગ ગ્રામ પંચાયત ફાળવણી કરતા ૩ ગ્રુપ ગ્રામપંચાયત માંથી નવી 4 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવતા ઓલપાડ તાલુકામાં ફરી 96 ગ્રામ પંચાયત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...