તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:સાયણના ગેસ ગોડાઉનમાં હિસાબ કરી રહેલા ડિલરને બાનમાં લઇને 38 હજાર લૂંટી લેવાયા

ઓલપાડ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઈજાગ્રસ્ત ગેસ ડિલર અને સીસીટીવીમાં કેદ લૂંટારૂ - Divya Bhaskar
ઈજાગ્રસ્ત ગેસ ડિલર અને સીસીટીવીમાં કેદ લૂંટારૂ
 • 3 બુકાનીધારીએ ચપ્પુ-ફટકાથી માર મારતા ઘવાયેલા ડિલરને હોસ્પિટલ ખસેડાયો

સાયણમાં ગેસ ગોડાઉનમાં નાણાનો હિસાબ કરી રહેલા ડીલર પાસે ચપ્પુની ચણી રોકડા 40 હજારની લૂંટી લેવાયા હતા.સાયણ ગામે પ્રભાત હાર્ડવેર નામે એ.ચ.પી ગેસ કંપનીના ભરતભાઈ ગાંધી ડીલર હોઈ જેમનો ભત્રીજો મયુરભાઈ પ્રવિણચંદ્ર ગાંધી (37)( રહે સાયણ)માં જે એજન્સીમાં કામગીરીમાં કાકાને મદદ કરતા આવ્યા હોય. બુધવારે સવારથી સાયણ તથા આજુ બાજુના ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડીલીવરી આપવા જઇને બપોરે 4 વાગ્યાના અરસામાં સાયણ શેખપુર રોડ પર આવેલી ગોડાઉન પર પહોંચી સીલીન્ડર પેટે આવેલી રોકડ રકમનો હિસાબ કરતો હતો,

ત્યારે ગોડાઉન પાછળ આવેલા ખેતર માંથી ૩ બુકાનીધારી ઇસોએ ગોડાઉનમા ધસી આવેલા. ત્યારે 3 લુટારુ પૈકીના એક લુટારુએ મયુર ભાઈના હાથ પર ચપ્પુ મૂકી તેમને બાનમાં લેવા સાથે મયુરભાઈ બચાવ ની કોસીસ કરવા જતા અન્ય લુટારુએ પોતાની પાસે રાખેલ લાકડાનો ફટકો માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરતા મયુર ગાંધી બેભાન હાલતમાં થતા ગેસ બોટલ ડીલીવરી પેટે આવેલ રોકડ 28 હજાર અને ગોડાઉનમાં રાખેલી 10 હજાર જેટલી રોકડ રકમ મળી કુલ રોકડ 38 હજારની લૂંટ કરી ફરી ખેતર મા ભાગી છુટેલા. જયારે મયુર ગાંધીને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવા સાથે સાયણ પોલીસ ઘટના સ્થળે આવી ગોડાઉનમા લાગેલા સી.સી.ટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ કરતા ગોડાઉન નજીકથી લુટારુ પોતાની સાથે લઈને આવેલ ચપ્પુ અને લાકડીનો ફટકો મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો