ઉમેદવારી:સાયણ સુગરની વ્યવસ્થાપક સમિતીની ચૂંટણીમાં પ્રથમ દિવસે 36 ફોર્મ ભરાયા

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માજી ચેરમેન રાકેશ પટેલે જૂના ડિરેક્ટરો-સમર્થકો સાથે આવી ઉમેદવારી નોંધાવી

સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ની વ્યસ્થાપક સમિતિની ચૂંટણી પક્રિયા સાથે ઉમેદવારી પત્રક ભરવાના પહેલા દિવસ માજી ચેરમેન રાકેશ પટેલ સહિત અન્ય 6 જુના ડિરેક્ટરો સાથે કુલ 36 ઉમેદવારી પત્રકો ભરાયા છે. રવિવાર રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો આવતા ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી વિગતો મુજબ દક્ષિણ ગુજરાતની અગ્રગણીય અને સુરત જિલ્લાના 16563 હજાર ખેડૂત સભાસદોની જીવાદોરી સમાન સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ની વ્યસ્થાપક સમિતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે સહકારી રાજકારણ ગરમાયું છે. ત્યારે ચૂંટણી પક્રિયા હાથ ધરાતા ઉમેદવારી પત્રક ભરવાના પહેલા દિવસ રવિવારની રજા હોય જેથી ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા સાયણ સુગર પટાંગણમાં ચક્કાજામ જેવી પરિસ્થતિ સર્જાઈ હતી. સવારે 10 કલાકથી બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રકો ભરવાની પ્રથમ દિવસની થયેલી કામગીરીમાં 18 બેઠકોની ચૂંટણી માટે કુલ 36 ઉમેદવારી પત્રકો ભરાયા હતા, જયારે માજી ચેરમેન રાકેશ ઠાકોરભાઈ પટેલ સાયણ બેઠકના ઉમેદવાર હોઈ તેમના મત વિસ્તારનાં ઉત્પાદક સભાસદ મતદારો અને સમર્થકોએ મોટી સંખ્યામાં હાજરી સાથે રાકેશ પટેલે ઉમેદવારી નોધાવી હતી. આટલુંજ નહી પણ ગત ટર્મના જૂના ડિરેક્ટરો પૈકીના 5 જેટલા ડિરેક્ટરોએ પણ ઉમેદવારી નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...