ઇસનપોર ગામમાંથી આઠ માસ પહેલા ગુમ થયેલ પંચાલ પરિવારના 4 સભ્યોમાંથી સગીર વયના બે બાળકો સાથે મહિલાને પોલીસે શોધી કાઢી છે. પરંતુ ગુમ થયેલ પરિવારના મોભી જશુભાઈ પંચાલની ભાળ મળી નથી. જેથી પોલીસ ગુમ યુવકની પત્નીની પૂછપરછ કરી રહી છે.
ઓલપાડ તાલુકાના ઇસનપોર ગામે રોયલપાર્ક સોસાયટીના ભાડાના મકાન નં-467 માં રહેતા પરિવાર જશુભાઈ ભાઇલાલ પંચાલ (ઉ.વ-45),પત્ની રંજનબેન (ઉ.વ.39),પુત્ર યશ(ઉ.વ.17), પુત્રી કક્ષા(ઉ.વ.15) ગત તા.30 મી જાન્યુઆરીના રોજ બપોરે ઘર છોડી ક્યાંક ચાલી ગયા હતા, જે બાબતે ગુમ થનાર પરિવારના ભાઈ પ્રહલાદ ભાઇલાલ પંચાલે ઓલપાડ પોલીસ મથકમાં જાણવા જોગ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે ગુમ થનારને શોધી કાઢવા હ્યુમન ઇન્ટેલીજન્સ તથા મોબાઇલ એનાલિસીસ દ્વારા પોલીસ તપાસ કરી રહી હતી.
જે દરમ્યાન ગત 12 ઓગસ્ટ 2021ના રોજ જિલ્લા એસ.ઓ. જી.શાખાના એએસઆઇ ભુપતસિંહ તથા હે. કો. રાજેશને સંયુક્ત બાતમી મળી હતી કે,ઉપરોક્ત ગુમ થનાર રંજનબેન તેમના બાળકો સાથે સાયણ સુગર રોડ ખાતેના સિલ્વર એપાર્ટમેન્ટમાં રહે છે. આ બાતમીના પગલે પોલીસે ઘરે જઈ તપાસ કરતા ગુમ થનાર પરિવારના રંજનબેન તેના બે સગીર બાળકો પૈકી પુત્ર યશ (ઉ.વ.17)તથા પુત્રી કક્ષા(ઉ.વ.15) સાથે મળી આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.