તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:આપના સુરત જિલ્લા પ્રમુખ સહિત 200 કાર્યકર્તા ભાજપમાં

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટી રીતે વિરોધ કરવાનું કહેવામાં આવતું હતું: બટુકભાઈ

મંગળવારે પ્રદેશ ભાજપા અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગાંધીનગર “કમલમ ખાતે” આપ સુરત જિલ્લા પ્રમુખ બટુકભાઈ વાડદોરીયા અને 200 કાર્યકરોએ ઝાડુ છોડી કમળ હાથમાં લઈ ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે કેટલાક લોકો ગેરસમજ ફેલાવવાનું કાર્ય કરી, પોતાની પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી ફક્ત રાજકારણ કરવા માંગે છે.બટુકભાઈ વાડદોરીયાએ આક્ષેપ લગાવ્યા કે આપ હવે “ આમ આદમી પાર્ટી નથી ચાર આદમી પાર્ટી છે”, અમુક નિષ્ઠા વગરના લોકો આવી જતાં તેમનું મનસ્વી વર્તન, ગેરવર્તન અને અમારું સ્વમાન જળવાતું ન હતું તેમજ ખોટી રીતે વિરોધ કરવાનું કહેવામા આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...