તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજસ્થાનથી મુંબઈ કતલ માટે લઈ જવાતા 232 ઘેંટા અને 198 બકરા ભરેલી 2 ટ્રક કામરેજ પાસેથી ઝડપાઈ

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પશુ અને 2 ટ્રક મળી 24,22,000 નો મુદ્દામાલ સાથે 4ની અટક કરાઇ

મોટી સંખ્યામાં ઘેટા-બકરા ભરી રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી 2 ટ્રકોને કામરેજ ટોલનાકેથી ઝડપી પડાઇ હતી. હેલ્પીંગ હેન્ડશ ફાઉન્ડેશન નામની સંસ્થાને માહિતી મળી હતી કે રાજસ્થાન થી પસુ ભરેલી ટ્રક મુંબઈ કતલખાને લઈ જવાની હોઈ સંસ્થાના માણસો એ કામરેજ પોલીસને સાથે રાખી કામરેજ ચોર્યાસી ટોલ નાકા પર વોચ રાખતા માહિતી મુજબની બે ટ્રકો પૈકીની ટ્રક નંબર GJ-24, X-3514 અને GJ-12, BV-3257 આવતા તેને થોભાવી હતી.

ટ્રક નંબર GJ-24, X-3514 ના ચાલક નામ ઠામ પૂછત અપોતાનું નામ યુસુફખાન મીરખાન બલોચ રહે રાધન પુર સિંધી વાસ પાટણ અને તેની સાથેનો ક્લીનર મહમદ યુનુસ શેખ રહે રાણીપ સાબરમતી અમદાવાદ નાઓએ ટ્રકમાં પાસ પરમીત વિના 232 ઘેંટા ખીચોખીચ ભરી લાવતા તેમાના 3 ઘેંટા મરણ ગયેલ.

જયારે ટ્રક નંબર GJ-12, BV-3257 ના ચાલકનું નામ ઠામ પૂછતા પોતાનું નામ વાહેદ હુસેન શેખ રહે સિકોત વિસ્તાર મોડાસા અરવલ્લી અને કલીનરે પોતાનું નામ રફીક યાસીન શેખ રહે મોડાસા અરવ્લીના ના હોવાનું જણાવેલ જેમણે ટ્રકમાં 198 બકરા પાસ પરમીત વગર ખીચો ખીચ ક્રૂરતા પૂર્વક ભરી લાવેલા હોય પોલીસે 9,28,000 ના 232 ઘેંટા અને 5,94,000 ના 198 બકરા સાથે 9,00,000 લાખ કીમતની 2 ટ્રક મળી કુલ 24,22,000 ના મુદામાલ સાથે 2 ચાલક અને 2 ક્લીનર મળી 4 લોકોની ધરપકડ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો