ઓલપાડના મૂળદ ગામે બે પ્લોટના મૃત માલિકનો ખોટો પુરાવો અનેખોટા સાક્ષી ઉભા કરી પ્લોટ પચાવી પાડતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી નિર્મલાબેન અરવિંદભાઈ પટેલ (67) (હાલ,103 મોનાલીસા એપાર્ટમેન્ટ,બાંદ્રા પોલીસ સ્ટેશન સામે,મુંબઈ) ખાતે રહે છે.તેઓના પતિ અરવિંદભાઈ હયાત હતા. ત્યારે 1983 માં મોજે મૂળદ ગામે બ્લોક નંબર 293 વાળી ઇન્ડસ્ટ્રીયલ હેતુ સારું બિન ખેતીની જમીનમાં હિરાચંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 1 મા પાડવામાં આવેલ પ્લોટ નં-338 અને 339 વેચાણથી દસ્તાવેજ કરીને રાખેલ હતા.અને તે સમયથી તેઓ માલિકી ધરાવતા આવ્યા હતા.
જે બાદ 2018 ની સાલમાં 10/9/2018 ના રોજ મુંબઈ ખાતે રહેતા પ્લોટ માલિક અરવિંદભાઈ મૃત્યુ પામ્યા હોઈ તેમ છતાં આ કામના આરોપીઓએ એકબીજાના મેલાપીપણા માં અગાઉથી કાવતરું રચી ફરિયાદીના માલિકીના નામનો હક હિસ્સો પચાવી પાડવા ફરિયાદીના પતિ અરવિંદભાઈનું નામ સરનામું ત્રાહિત આરોપીનાઓએ તેનો ફોટો ચોંટાડી અરવિંદભાઈનો ખોટો પૂરાવો ઉભો કર્યો હતો. ખોટા પુરાવા ઉભા કરી અનુસંગિક દસ્તાવેજ ખોટા હોવા છતાં સબ રજીસ્ટર ઓલપાડના ઓની રૂબરૂમાં અરવિંદભાઈ બની ત્રાહિત અજાણ્યા વ્યક્તિ ઉપરોક્ત બન્ને પ્લોટનો દસ્તાવેજ આરોપી બમરોલી સુરત ખાતે રહેતા રામક્રિપાલ રામફેર પાલ ( 51)ને કરી આપી અસલ માલિકની કોઈ ખરાઈ ન કરી પોતાના નામ ઉપર દસ્તાવેજ કરી લીધો હતો.
અને સાક્ષી તરીકે આરોપી ગુલાબચંદ્ર કનૈયાલાલ પાલ, યુપી અને રાજેન્દ્ર પ્રહલાદ પટેલ: મોટા વરાછા સુરત નાઓએ સાક્ષી તરીકે સહી કરી ફરિયાદીના પતિ અરવિંદભાઈની ખોટી ઓળખ અને સબ રજીસ્ટર રૂબરૂ ખાતરી આપી ગુનો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.