ઓલપાડ તાલુકાનાં ગામોમાં પેઢે પડેલી ચોર ટોળકીએ બંધ દુકાનો અને ઘરોને નિશાનો બનાવી ચોરીની ઘટનાને અંજામ આપવા સાથે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં ચોરી કરવાની ખાનગી સ્કૂલમાં મોટી રોકડ રકમ ચોરી કરવાની વાતે નોધાયું છે. ઓલપાડની ખાનગી સ્કૂલમાં આવેલા ચડ્ડી બનીયાન ધારી ચોરતા ઓએ ઠંડે કલેજે ચોરીની ઘટનાને અંજામ આપવાની વાતે પોલીસ રાત્રી પેટ્રોલીંગ ની પણ પોલ ખૂલી છે.
ઓલપાડ ટાઉન ખાતે કાર્યરત કે.વી માંગુકિયા સ્કૂલમાં ફરજ બજાવતા રાહુલ ભૂપતભાઇ માંગુકિયા હાલ રહે સ્કૂલ કેમ્પસમાં આવેલ સ્ટાફ ક્વાટર્સ ખાટે મૂળ રહે બજોડગામ ટીએએ-ઉમરાળા જેઆઇ-ભાવનગર ના એ ઓલપાડ પોલીસમાં નોધાવેલી ફરિયાદ ની હકીકત મુજબ 3 માર્ચને સુક્રવારે વહેલી સવારે 3 થી 4.30 વાગ્યાના સુમારે 20 થી 25 વર્ષની ઉમરના બે અજાણ્યા ચડ્ડી બનીયાનધારી ચોર ઇસમો સ્કૂલ કમ્પાઉન્ડ વોલ પર લગાવેલા ફેન્સિંગ તાર કાપી કેમ્પસમાં પ્રવેશી સ્કૂલ ટ્રસ્ટીની ઓફિસના દરવાજાનો નકૂચો તથા લોક તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા લાકડાના કબાટના લોક તોડી કબાટમાં ફિટ કરેલ લોખંડનું લૉકર કે જેમાં રોકડા રૂપિયા 1,78,000 મુકેલ હતા જે લોકર રૂપિયા સાથે ચોરી કરી સાથે લઈ જવાની ચોકાવનારી ઘટના બની હતી.
આમ સ્કૂલ ઓફિસના તાળાં તોડી કબાટમાં રાખેલ લોકર સાથે રોકડાની ચોરી કરવાની ઘટના બાબતે સવારે સ્કૂલ ટાઈમે આવેલા ઓફિસ સ્ટાફને ખબર પડતાં ચોરીની ઘટના બાબતના રેકોર્ડ થયેલા સી.સી ટીવી ફૂટેજ જોતાં મો પર બુકાની બાંધી આવેલા બે ચડ્ડી બનીયાનધારી ચોર ઇસમોએ ચોરીની ઘટનાને અંજામ આપેલ. જ્યારે વહેલી સવારે આવેલ ચડ્ડી બનીયાનધારી ચોર ઇસમોએ 30 મિનિટથી વધુ જેટલો સમય ઓફિસમાં રહી તમામ કબાટ અને ટેબલના ખાનામાં રાખેલી રોકડ રકમ સોધવા સામાન વેર વિખેર કરી અંતે કબાટમાં રાખેલી તિજોરી લઈ જતાં રોકડા 1.78 લાખની ચોરી કરી લઈ જવાનું નોધાયું છે. જ્યારે ઓલપાડ પોલીસે સ્કૂલમાં ચોરી થવાની ઘટનાનામાં સી સી ટીવી ફૂટેજ મેળવી ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.