તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયણ ખાતે રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવા સાથે કામગીરીને અડચણરૂપ બાંધકામોનું ડીમોલીસન કરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ મંગળવારે અચાનક પોલીસ કાફલા સાથે આવી કાચા મકાનો તોડી પાડવાની જબરજસ્તીથી કામગીરી કરી કડકડતી ઠંડીમાં નાના બાળકો અને મહિલાઓ સાથે અનેક પરિવારને બે ઘર કરી હેરાનગતી પહોચાડતી ખોટી કામગીરી કરી છે.
સાયણ સુગર રોડથી શેખપુર ગામ તરફ જતા રોડ પર વચ્ચે આવતી રેલ્વે ફાટક પર માર્ગ અને મકાન વિભાગ સુરત દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ઓવરબ્રિજની કામગીરીમાં નડતર રૂપ બાંધકામોને દૂર કરવાની કામગીરી કરવા પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્તોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરી મંગળવારે અચાનક ઓલપાડ પોલીસના કાફલા સાથે જે.સી.બી મશીન લઈને ધસી આવી અહીં નહેર કોલોની 28 છાપરીમાં રહેતા 15 ગરીબ પરિવારના કાચા મકાનો તોડી પાડ્યા હતા.
તમામ 15 પરિવારના લોકોએ થોડા દિવસનો સમય માંગી સ્વૈચ્છિક ડીમોલીસન કરવાની તૈયારી બતાવવા છતાં ઠંડીમાં નાના બાળકો અને મહિલાઓ સાથે બેઘર થવાથી મોટી આફત સર્જાય તેમ હોવા છતાં અધિકારીઓએ માનવતા નેવે મૂકી ગરીબ પરિવારોને બે ઘર કરી ડિમોલીશનની કામગીરી કરી હતી. જયારે આટલુંજ નહી હોય ત્યાં ઓવરબ્રિજની કામગીરીમાં રોડને બાજુમાં આવેલા કારખાનાઓ પણ નડતરરૂપ હોય તે છતાં કારખાનાઓને બચાવવા ગરીબ પરિવારના મકાનો નિશાનો બની તોડી પાડી અધિકારીઓએ ખોટું કરાયાના અસરગ્રસ્તોએ આક્ષેપ લગાવ્યા હતા.
દર્શન નાયકે આવી જમવાની રહેવાની વ્યવસ્થા કરાવી આપી
કડકડતી ઠંડીમાં માનવતા નેવે મૂકી અધિકારીઓએ ગરીબ પરિવારને રસ્તા પર લાવવા જેવું કામ કરવા ડિમોલીશન કામગીરી કરતા મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોએ મદદ માટે દર્શન નાયકનો ટેલીફોનીક સંપર્ક કરતા મોડી સાંજે આવીને તેમણે 15 પરિવારો માટે જમવાની અને રહેવાની સગવડ કરી આપી હતી.
સરપંચ-તલાટીએ મદદ ન કરી
ઓવરબ્રિજની કામગીરીમાં કારખાનાના માલિકો સાથે સેટિંગ પાડી તેમનું ડીમોલીસન થતું અટકાવી અમારા કાચા મકાનો તોડી પાડવાનો ગ્રામપંચાયત અને અધિકારીઓ સાથે મળીને ખેલ પાડવાની અમને ખબર પડતા આવું ન કરવા સાથે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટીએ ગરીબ પરિવારના લોકોને કોઈ મદદ ન કરી. - ગીરીશ વસાવા, અસરગ્રસ્ત
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.