નારાજગી:પાલ કોટન મંડળીની વ્યવસ્થાપક કમિટીના 14 સભ્યોએ સામુહિક રાજીનામું આપતા ખડભડાટ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંડળી પ્રમુખના મનસ્વી વહીવટને લીધે સભ્યોમાં નારાજગી હતી

ઓલપાડ તાલુકાની અગ્રગણીય ધી પાલ ગ્રુપ કો ઓપરેટીવ મંડળી લી જહાંગીરપુરા સહકારી મંડળી ના હાલના પ્રમુખ દ્વારા વ્યવસ્થાપક સમિતિના સભ્યોને વિશ્વાશમાં લીધા વિના અને તેમની રજુઆતોને ન્યાય ન આપી બોર્ડ મીટીંગમાં થયેલી ચર્ચાઓથી અલગ વહીવટી અને નાણાંકીય બાબતોમાં મનસ્વી વહીવટ કરી ખોટું કરવાના આક્ષેપ સાથે વ્યવસ્થાપક કમીટી ના 14 સભ્યોએ સામુહિક રાજીનામાં આપતા ઓલપાડ તાલુકાનું સહકારી રાજકારણ ગરમાયું છે.

ધી પાલ ગ્રુપ કો ઓપરેટીવ મંડળી લી જહાંગીરપુરા ની વ્યવસ્થાપક સમિતિના 14 જેટલા કમીટી સભ્યોએ સોમવારે અચનાક સામુહિક રાજીનામાં ધરી દીધા છે. ત્યારે રાજીનામાં માં કરાયેલા આક્ષેપ મુજબ મંડળીના છેલ્લા દોઢ વર્ષ ના વહીવટમાં પ્રમુખ જયેશ શંકરભાઈ પટેલ દ્વારા મનસ્વી વહીવટ કરી મંડળીની આર્થિક સ્થતિને ગંભીર અસર પહોંચાડી છે. આટલુંજ નહી પણ 28-7-2020 ન અરોજ મળેલી બોર્ડ મીટીંગમાં મંડળીમાં ગત વર્ષે ઉધાર ડાંગર વેચાણ કરવા સાથે અન્ય વહીવટ બાબતે પ્રશ્નો પૂછતા કમીટી સભ્યોને જવાબ ન આપી ચાલી જઈ અપમાનિત કરેલા.

જ્યારે આટલુંજ નહી હોઈ ત્યાં આગાઉ એક વેપારીને મોટા પાયે ડાંગરનું ઉધાર વેચાણ કર્યાબાદ તેજ વેપારીને ફરીવાર મોટા પાયે ઉધાર ડાંગર વેચાણ કરવાની વાતે સભ્યો વાંધો લેતા પ્રમુખ જયેશ પટેલે મંડળી દ્વારા પૌઆ ઉત્પાદન કાર્ય હાથ ધરવાની વાત કરી તેનાથી મંડળીના ફાયદા થાય સાથે વેપારીને ઉધાર ડાંગર વેચાણ ન કરવું પડે જેવી વાતો બનાવી મનસ્વી વહીવટ કરવાની સભ્યોને ગંધ આવતા આ કામગીરી બાબતે વિરોધ નોધાવવા છતાં 2019 ની ખરીફ સિઝનની અંદાજીત 1 લાખ 20 હજાર ગુણી એક જ વેપારીને આપી તેના નામે બિલ ઉધારી જોહુકમી ચલાવી હતી. આરીતે કરીને મંડળીને 20 થી 30 કરોડની બાકી હોય મોટું આર્થિક નુકસાન પહોચાડ્યું છે. આટલુંજ નહી પણ 30 કરોડની બાકીદાર વેપારીના ચેક બાઉન્સ થવાની બાબતે પણ કાયદેસરની કાર્યવાહી ન કરી ખોટું કરવા જેવી જુદી જુદી ગંભીર પ્રકારની બાબતોને લઈને સોમવારે 14 કમીટી સભ્યોએ સામુહિક રાજીનામાં આપતા ઓલપાડ તાલુકાના સહકારી રાજકારણ માં ગરમાટો આવ્યો છે.

સભ્યોના રાજીનામા બાબતે હું અજાણ છું
પાલ ગ્રુપ કો-ઓપરેટીવ મંડળી લીના પ્રમુખના મનસ્વી વહીવટ સામે 14 સભ્યોએ રાજીનામાં ધરી દેવાની વાતે જયેશ પટેલ અજાણ હોવાનું જણાવવા સાથે તેમને કોઈ રાજીનામું મળ્યું નથી એવી માહિતી આપી હતી. > જયેશ પટેલ, પ્રમુખ

20માંથી 14 સભ્યોએ રાજીનામાં આપ્યા
પ્રમુખ જયેશભાઇ પટેલના મનસ્વી વહીવટને લઈને મંડળી ને નુકસાન પહોંચતું હોવાની વાતે રજુઆત કરવા છતાં તેમણે વર્તન અને વ્યવહાર ન સુધારી મંડળી નું ભવિષ્ય જોખમાતાં અંતે અમે 20 સભ્યો માંથી 14 સભ્યોએ સોમવારે મેનેજરને રાજીનામા આપ્યા છે. અમે મંડળીનું હિત જોઈને નિર્ણય કર્યોં છે. > વિજય અમૃતભાઈ પટેલ, સભ્ય

અન્ય સમાચારો પણ છે...