આયાત નિકાસ નીતિ:દક્ષિણ ગુજરાતની 13 સુગર મિલે પાછલા 10 વર્ષમાં શેરડીનો ભાવ 900થી 4400 સુધી પહોંચાડ્યો

ઓલપાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજદિન સુધી દ. ગુ.ની સુગર મિલોએ 2016-2017 વર્ષમાં રેકોર્ડ બ્રેક ભાવ આપ્યા હતા
  • ઉત્પાદન સાથે માંગ અને ટેકાનો ભાવ, સરકારની બદલાતી આયાત નિકાસના નીતિ ભાવ માટે મહત્વના

ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોએ શેરડી ઉછેરને પોત્સાહન આપી શેરડીના પાકને જીવંત રાખ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સહકારી સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં કાર્યરત છે. આટલું જ નહી પણ શેરડીનું વાવેતર પણ સૌથી વધુ પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં જ થાય છે. ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલોના છેલ્લા 10 વર્ષના ઉત્પાદન, ખાંડના બજાર ભાવ અને ટેકાના ભાવ સાથે વાવેતરના આંક જોતા શેરડીના ભાવમાં ચઢાવઉતાર જોવા મળ્યા છે. દક્ષિણ ગુજરાતની સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોની સ્થાપના થયા બાદ શેરડીની ખેતી માટે ખેડૂતોને પોત્સાહન આપવાની અનેક પ્રકારે કામગીરી કરવામાં આવી છે. ત્યારે સુગર મિલોના છેલ્લા 10 વર્ષનું ઉત્પાદન, રિકવરી અને પીલાણ અને શેરડીના ખેડૂતોને આપેલા ભાવ પર એક નજર કરીએ તો વર્ષ 2007-2008 બાદ શેરડીની ખેતી કરતા ખેડૂતોના સારા દિવસો આવ્યા હોવાનું નોધાયું છે. આ વર્ષમાં શેરડીનો ભાવ 900 રૂપિયા આપ્યા બાદ 10 વર્ષમાં ભાવ વધીને 4400 સુધી પહોચી જતા સુગર મિલોએ ખેડૂતોને અનેક ઘણો પોષણક્ષમ ભાવ આપ્યાનું નોધાયું છે. ખાંડનું ઉત્પાદન સાથે બજાર માંગ અને ટેકાનો ભાવ તેમજ સરકારની બદલાતી આયાત નિકાસના નીતિ શેરડીના ભાવ માટે મહત્વના પરિબળ સાબિત થઈ છે. સુગર મિલોની સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધીમાં દક્ષિણ ગુજરાતની તમામ 13 સુગર મિલોએ 2016-2017 ના વર્ષમાં શેરડીના રેકોર્ડ બ્રેક ભાવ આપ્યો હતો.   ખાંડની બજાર માંગ ઉંચકાતા ટેકાના ભાવ કરતા 500 રૂપિયા સુધી વધુ ભાવ મળવાથી, જે વર્ષમાં સુગર ફેક્ટરીઓના ઈતિહાસનો ખેડૂતોને શેરડીનો સૌથી ઉંચો ભાવ મળ્યો હતો. આયાત નિકાસ નીતિમાં ફેરફાર થવા સાથે ખાંડની બજાર માંગમાં મોટી વધ ઘટ થતા સુગર  મિલો સરકારના ટેકાના ભાવને લઈને ટકી રહી છે.

અન્ય સમાચારો પણ છે...