તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:ઓલપાડ તાલુકાના સેગવા ગામમાં જુગાર રમતા 11 ઝડપાયા

ઓલપાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,17,740 નો મુદ્દામાલ કબજે

ઓલપાડ તાલુકાના સેગવા ગામના એક હળપતિના મકાનમાં ગંજીપાનાંથી તીનપટ્ટીથી હાર-જીતનો જુગાર રમતા 11 જુગારીઓને પોલીસે દબોચી લીધા હતા. રેડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,17,740 નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી હતી.

13 તારીખે સાંજે ઓલપાડ તાલુકાના સેગવા ગામના હળપતિવાસમાં વેચાણ મોહન વસાવાના મકાનમાં કેટલાક જુગાર રમી રહ્યા છે. માહિતીને પગલે પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા કુલ 11 જુગારી ગંજીપાનાથી હાર-જીતનો તીન પતીથી જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે જુગારધામેથી આરોપીઓએ દાવ ઉપર લગાવેલ રોકડા રૂા.12,750 અંગઝડતીના રોકડા રૂા.51,990,મોબાઇલ ફોન નંગ-03,જેની કિ.રૂ.8,000 તથા બાઇક નંગ-2, જેની કિં.રૂ.45,000 મળી કુલ રૂા.1,17,740નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા તથા કોવિડ-19 કોરોના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તપાસ અહેકો. નિતેશ ભાણા કરી રહ્યા છે.

જુગાર રમતા ઝડપાયેલા 11 આરોપીઓ
પ્રકાશ રાઠોડ, હરદિપસિંહ કોસમીયા, વેચાણ મોહન વસાવા, પ્રવિણ પટેલ, મહેન્દ્ર વસાવા, નવિન રાઠોડ, ઉમેશ વસાવા, બટુક પટેલ, ભુપેન્દ્ર પટેલ, ગુણવંત રાઠોડ, રણછોડ વસાવા.

અન્ય સમાચારો પણ છે...