તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિસરી આંખ:નેશનલ હાઇવે નં.8 તેમજ અન્ય મુખ્ય માર્ગો પર મુકેલા 100 કેમેરા ગુનેગારોનું પગેરૂં શોધી કાઢશે

ઓલપાડ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રથમ ચરણમાં કામરેજ તાલુકામાં CCTV કેમેરા શરૂ કરાયા - Divya Bhaskar
પ્રથમ ચરણમાં કામરેજ તાલુકામાં CCTV કેમેરા શરૂ કરાયા
 • સુરત શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાખોરીને ડામવા કવાયત
 • સીસીટીવીના માધ્યમથી સુરત રેંજ આઈ.જીની કચેરી ગતિવિધિઓ પર સીધી દેખરેખ રાખશે

સુરત શહેરને અડીને આવેલા ગામોમાં ઘરફોડ ચોરીની સહિતના અન્ય ગુનાઓમાં વધારો થવા સાથે કાયદો અને વ્યવસ્થાની બાબતને ગંભીર રીતે ધ્યાને લઈને સુરત ગ્રામ્યમાં સાવચેતીના ભાગરૂપે રાજ્ય ગૃહ વિભાગે સુરત ગ્રામ્યમાં અત્યાધુનિક CCTv સિસ્ટમ લગાવી સીધી સુરત રેંજ આઈ.જી ની કચેરીથી મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સુરત ગ્રામ્ય પોલીસના અંદર આવતા કામરેજ, કડોદરા, પલસાણા અને ઓલપાડ સુરત શહેરને અડીને આવેલા હોવાથી સુરત શહેર સાથેના ટુંકા અંતે સંપર્કમાં આવતા આ વિસ્તારોમાં દિન પ્રતિદિન જુદા જુદા પ્રકારની ચોરીઓ સાથે અન્ય ગંભીર પ્રકારના ગુનાઓમાં વધારો થયાનું નોધાયું છે.

આટલું જ નહી પણ કામરેજ, કડોદરા, પલસાણા અને ઓલપાડ આ વિસ્તાર નેશનલ હાઇવે નંબર 8 ને જોડીને આવતો હોવાથી રાજ્ય બહારથી થતા વાહન વ્યવહારો મારફત ગુના ખોર થતી આવી હોવાની બાબતને ગંભીરતા થી લઈને રાજ્ય ગૃહ વિભાગે સુરત ગ્રામ્યમાં વધતી ગુના ખોરીને ડામવા સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા શુભ આશયે અત્યાધુનિક સિસ્ટમ સાથેની CCTV સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરી છે.

ગુનેગારો સુધી પહોંચવું સરળ થશે
કેમેરા થકી નેશનલ હાઇવે પરથી સુરત શહેરમાં આવતા અને જતા લોકો પર બાજ નજર રાખી રહી છે. કામરેજ, કડોદરા, પલસાણા અને ઓલપાડ વિસ્તારમાં સુરત શહેરથી ચોર ટોળકીઓ ચોરી કરવા સાથે અન્ય ગુનાને અંજામ આપવા માટે આવી સહેલાઈથી સુરત શહેરમાં ભાગી છુટે છે. પોલીસેને ઘણી વખત જાણ હોવા છતાં પુરાવા અને આરોપીઓ સુધી પહોચવાની કડીને અભાવે ગુનો ઉકેલવામાં સફળતા મળી નથી. ત્યારે હવે અત્યાધુનિક સિસ્ટમ ખુબ મદદરૂપ થવાનું પણ પોલીસ માની રહી છે.

વાહનચોરો પણ રડારમાં આવશે
કામરેજ તાલુકાના મહત્વના રંગોલી ચોકડી, ખોલવડ, આંબોલી, કઠોર અને નવાગામ તથા કામરેજ ચાર રસ્તાથી સુરત રોડ પર લગાવેલી અત્યાધુનિક CCTV સિસ્ટમ થકી કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતી પોલીસ નજર રાખી ચોરીના વાહનો સાથે આર.ટી.ઓ ને લગતા ગુનાઓ બાબતે પણ કામગીરી કરી રહી છે. કેમેરા સાથે લગાવેલી સેન્સર સિસ્ટમથી ચોરીનું વાહન પણ તેની રડારમાં આવી જતા હોવાથી વાહન ચોરીનો ભેદ પણ ઉકેલાય રહ્યો છે.

પ્રથમ ચરણમાં કામરેજ તાલુકામાં CCTV કેમેરા શરૂ કરાયા
વેલંજા ગામે આવેલ રંગોળી ચોકડી, નવાગામ, આંબોલી, કઠોર, કામરેજ ચોકડી સહિતના સુરત શહેરને જોડતા મુખ્ય માર્ગો પર CCTV સિસ્ટમ લગાવી કાર્યરત કરવામાં આવી છે. આ સિસ્ટમનું મોનિટરીંગ સીધું સુરત રેંજ આઈ.જી ઓફીસથી કરવામાં આવી રહ્યું છે. હાલ કુલ 100 જેટલા કેમેરા સાથેની સિસ્ટમ કાર્યરત થઈ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો