તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કુકરમુંડા તાલુકાની APMC મનસ્વી વહીવટ કરી બંધ કરતાં ખેડૂતોને નુકસાન, કોંગ્રેસ સમિતિની મામલતદારને રજૂઆત

નિઝર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કુકરમુંડા તાલુકા મથકે આવેલી એપીએમસી (ખરીદ વેચાણ સંઘ)ના ચેરમેન થતાં માર્કેટ સમિતિની બોર્ડ સમિતિ દ્વારા મનસ્વી રીતે વહીવટ કરીને માર્કેટ બંધ રાખવામાં આવી છે. કુકરમુંડા કોંગ્રેસ સમિતિ વતી આજે મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. કુકરમુંડા ખેડૂતો તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિત રજૂઆત આપતા જણાવ્યું હતું કે, એપીએમસીના ચેરમેન તથા માર્કેટ સમિતિની બોર્ડ સમિતિ વતી મનસ્વી રીતે વહીવટ કરીને માર્કેટ બંધ રાખવામાં આવેલ છે.

જેથી તાલુકાના ખેડૂતોને પોતાના અનાજનો જથ્થો ખાનગી વેપારીઓને વેચવા મજબૂર બન્યા છે. જેના લીધે ખેડૂતોને પૂરતો અને યોગ્ય ભાવ મળતો નથી. આખા વર્ષ દરમિયાન મહેનત કરીને ઉત્પન્ન કરેલ અનાજનો જથ્થો તદ્દન નજીવી કિંમતે માલ વેચવો પડે છે. જેથી ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે. જ્યારે માર્કેટની કામગીરી ન થતાં સ્થાનિક ખાનગી વેપારીઓ માલામાલ થઇ જતા હોય છે. સ્થાનિક વેપારીઓ સાથે મીલીભગત કરીને ખરીદ/વેચાણ થતું હોવાથી માલની હરાજીનો સવાલ જ ઉભો થતો નથી. બહારના વેપારીઓને માર્કેટ વતી આ સ્થાનિક વેપારીઓ પ્રવેશ આપતા નથી. જેથી ઓછા ભાવે આ વેપારીઓ ખરીદી કરે છે. વધુમાં જણાવ્યું હતું કે, એપીએમસીમાં ખરીદી ન કરવામાં આવે તો તાલુકા કોંગ્રેસ સમિતિ અને તાલુકાના ખેડૂતો દ્વારા ભવિષ્યમાં જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં  આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો