તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વરાછામાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી તમાકુ બનાવી વેચનારો ઝબ્બે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેકિંગ મશીન સહિત રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વરાછામાંથી ઇકો સેલે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી તમાકુ બનાવી પેકિંગ કરી વેચાણ કરનારને ઝડપી લીધો છે. ઇકો સેલના ઇન્સ્પેક્ટર આર.એસ.સુવેરાએ જણાવ્યું કે, સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ સાગર પ્રધાનનેે વરાછામાં વૈશાલી સિનેમા પાસે બ્રાન્ડેડ કંપનીના નામે તમાકુ બનાવીને વેચવામાં આવે છે.

તેવી બાતમી મળી હતી જેના આધારે સ્થળ પર દરોડો પાડતા ત્યાંથી આરોપી રોનીકુમાર અશોક શાહ(રહે. સોના એપાર્ટમેન્ટ, વૈશાલી સિનેમા પાસે,વરાછા રોડ) મળી આવ્યો હતો. ત્યાંથી નકલી વિમલ પાન મસાલા, તાનસેન પાન મસાલા અને આશાજ્યોતી તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત પોલીસે પેકિંગ મશીન પણ કબજે કર્યું છે. તમામ મુદ્દામાલની કિંમત રૂ.3.15 લાખ થાય છે.

અન્ય સમાચારો પણ છે...