તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વેપારીની પુત્રીનું અપહરણ કરીને વેચવાની ધમકી આપનાર ઝબ્બે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેપાળી યુવકે બંગાળથી અપહરણ કર્યું હતું

બંગાળના કાપડના વેપારીની 21 વર્ષીય પુત્રીને નેપાળી યુવકે અપહરણ કરી 6 લાખની માંગણી કરી વેચી મારવાની ધમકી આપી હતી. જેથી યુવતીના પરિવારે બંગાળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બંગાળની પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. જેમાં નેપાળી યુવક સુરતમાં હોવાની હકીકતો મળી હતી. જેના આધારે વેસ્ટ બંગાળની પોલીસ સાથે એસઓજીના એએસઆઈ જલુ મગન અને પો.કો. અશોક લાભુએ બાતમીને આધારે યુવતીનું અપહરણ કરનાર રૂપેશ ઉર્ફે આર.કે. લલ્લન પાંડે (22) (રહે, નેપાળ)ને સચીનમાંથી પકડી પાડ્યો હતો.

નેપાળી યુવક સચીનમાં યુવતી અને મિત્ર સાથે રહેતો હતો. વધુમાં નેપાળી આરોપી મહારાષ્ટ્ર પુણે ખાતે ધ ગ્રે રૂમ હોટેલમાં બાર મેનેજર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીએ યુવતીને ફસાવી હતી. આરોપીએ કોલ કરી યુવતીની માતાને ધમકી આપી હતી કે, મને 6 લાખ રૂપિયા આપો, જો નહીં આપશો તો તમારી દીકરીને વેચી વાંખીશ. જેથી પરિવારે બંગાળમાં પોલીસ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...