તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:લાલગેટની મહિલાને એસિડ એટેકની ધમકી આપનાર ઝબ્બે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લાલગેટ વિસ્તારમાં રહેતી અને ચેનલની પત્રકારને સંબંધ રાખવા દબાણ કરીને તેની પર પર એસિડ એટેકની ધમકી આપનારની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે. લાલગેટ વિસ્તારમાં રહેતી 29 વર્ષિય નિલોફર શેખ (નામ બદલ્યું છે) ચેનલમાં પત્રકાર તેમજ ન્યૂઝ રીડર તરીકે ફરજ બજાવે છે. આરોપી એહતેશામ ઉર્ફ જાવીદ હોટેલવાલા(રહે.સીંધીવાડ,ચોકબજાર) નિલોફરના પતિનો મિત્ર છે. તેથી તેઓ એકબીજાને ઓળખે છે.

છેલ્લા કેટલાક સમયથી એહતેશામ નિલોફરને ખરાબ નજરથી જોઈ તેને સંબંધ રાખવા દબાણ કરતો હતો. દરમિયાન તેના પતિને પણ નિલોફર પર શંકા ગઈ હતી. તેનો પતિ તેને ડિવોર્સ આપવાનું કહેતો હતો.ત્યારે એહતેશામે કહ્યું કે, તેના પતિને ડિવોર્સ આપી દે તે પોતે અપનાવી લેશે. તે કહેતો કે તેના વિરુદ્ધ નવસારીમાં અપહરણનો ગુનો દાખલ છે એટલે તને ઉચકી જતા વાર નહીં લાગે. જો તેની ન થઈ તો એક્સિડેન્ટ કરાવીને મરાવી દેશે અથવા મોઢા પર એસિડ ફેકી દેશે. નિલોફરે આરોપી એહતેશામ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી એહતેશામની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો