કાર્યવાહી:ગર્ભપાતના ગુનામાં વોન્ટેડે હોસ્પિટલ શરૂ કરતા ઝબ્બે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબીબનો મહારાષ્ટ્ર પોલીસને કબજો સોંપ્યો

મહારાષ્ટ્રમાં સુરતના ડોક્ટર સામે ગર્ભપાતનો ગુનો દાખલ થતા ડિંડોલી નવાગામમાં હોસ્પિટલ બંધ કરી ફરાર થયો હતો. પીસીબીના પીઆઈ સુવેરાની સૂચનાથી હે.કો.અશોક લૂણીએ બાતમીને આધારે લિંબાયત વિસ્તારમાંથી ડોક્ટરને પકડી પાડ્યો હતો. ડોક્ટર છેલ્લા 5 વર્ષ વોન્ટેડ હતો. વળી ડોક્ટરે ડિંડોલી નવાગામની હોસ્પિટલ બંધ કરી છેલ્લા એક વર્ષથી લિંબાયત રણછોડનગરમાં નવી હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. પકડાયેલા ડોક્ટરનું નામ વિરેન્દ્ર ભોલાનાથ પટેલ(રહે,રાધિકા હોમ્સ,કરાડવા રોડ,ડિંડોલી)નો પીસીબીના સ્ટાફે મહારાષ્ટ્ર પોલીસને કબજો સોંપી દીધો છે.

વર્ષ 2017માં ડોક્ટર સામે મહારાષ્ટ્રના બુલઢાણાના બોરખેડી પોલીસ સ્ટેશનમાં ગર્ભપાતનો ગુનો દાખલ થયો હતો. જેમાં બન્યુ એવું હતું કે ડોક્ટરે હોસ્પિટલમાં કામ કરતી નર્સને ગર્ભપાત કરાવવા માટે બુલઢાણા ખાતે મોકલી હતી. સુરતના ડોક્ટરે બુલઢાણાના ડોક્ટરનો સંપર્ક કરાવ્યો હતો. નર્સને ગર્ભપાત કરાવતા તબિયત લથડી હતી. આથી તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મામલો સામે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...