તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવા મિથેનોલ લાવનાર યુવક ઝબ્બે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉધનાનો યુવક અંકલેશ્વર GIDCથી મિથેનોલ લાવતો હતો
  • 600 લિ. મિથેનોલ આપ્યું હતું, અગાઉ બે પકડાયા હતા

મોટા વરાછા રંગવાડી ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવા માટે અંકલેશ્વર જીઆઇડીસીમાંથી મિથેનોલ અંકુર વેકરીયા લઈ આવ્યો હતો. અમરોલી પોલીસે 26 વર્ષીય અંકુર વિનુભાઈ વેકરીયા(આશાનગર-2,ઉધના,મૂળ રહે,મોટાકોટડા,તા-વિસાવદર,જી.જુનાગઢ)ની ધરપકડ કરી છે. ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવા જીગર જશવંત ભાલાળાએ મિથેનોલનો જથ્થો 3 વખત અંકુર પાસેથી લીધો હતો. આરોપીએ કુલ 600 લિટર મિથેનોલ આપ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી આરોપી અંકુર વેકરીયા રૂ. 25 લિટરના ભાવે મિથેનોલ લાવી જીગર ભાલાળાને 15થી 20 રૂપિયા નફો લઇને વેચી દેતો હતો. અંકુર વેકરીયા પોતે કેમિકલ વેચવાનું કામ કરતો હોય જેથી અંકલેશ્વર જીઆઇડીસીમાં વેપારીઓ ઓળખતા હતા. મિથેનોલ વેચવા માટે તેની પાસે લાયસન્સ પણ ન હતું.

અંકલેશ્વર જીઆઇડીસીમાં મિથેનોલ કોની પાસેથી અને કેવી રીતે લાવતો તે અંગે પોલીસ તપાસ કરે તો મોટા માથાના નામો બહાર આવી શકે છે. અમરોલી મોટા વરાછામાં રંગવાડી ફાર્મહાઉસ 22 હજારના માસિક ભાડા પેટે રાખી સોશિયલ મીડિયા પર વિડીયો જોઇ જીગર ભાલાળા ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવતો હતો.

નકલી સેનેટાઇઝરમાં 70 ટકા મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરેખર સેનેટાઇઝરમાં મિથેલોનનો ઉપયોગ કરી શકાતો નથી. મિથેલોન ભેળસેળવાળા સેનેટાઇઝરને કારણે ચામડી અને આંખને ગંભીર નુકશાન થઈ શકે છે. જયારે નરેશ ડાભી માર્કેટોમાં કારથી જઇ દુકાનો પર નકલી સેનેટાઇઝર હોલસેલમાં વેચાણ કરતો હતો. 8મી મે-એ પીસીબીના સ્ટાફે રેડ પાડી હતી. જે તે વખતે નકલી 4.50 લાખનું સેનેટાઇઝર તેમજ ઈકો કાર મળી 7.93 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...