સ્ટંટનો VIDEO વાઇરલ:સુરતમાં જાહેર રસ્તા પર જીપના બોનેટ પર બેસીને ફરતા યુવકો, 'ભાઈ બોલે તો પીને કા' સોંગ પર સ્ટંટ કર્યા

સુરતએક મહિનો પહેલા
યુવાનોમાં જોખમી સ્ટંટ કરવાનો ટ્રેન્ડ જોખમી પુરવાર થઈ શકે.

સુરત શહેરમાં યુવાનો વીડિયો ઉતારવાની ઘેલછામાં ઘણી વખત જીવનું જોખમ ઊભા કરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફરી એક નવો સ્ટંટનો વીડિયો યુવકો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. જાહેર રસ્તા ઉપર જીપની ઉપર બેસીને સ્ટંટ કરતા શહેરભરમાં ચર્ચા શરૂ થઈ છે.

જીવના જોખમે સ્ટંટ
સુરતમાં યુવાનો જાણે મોતને તમાશો બનાવી દીધો હોય એ પ્રકારના વીડિયો બનાવી રહ્યા છે. યુવાનો દ્વારા જીપમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન તો કર્યું જ છે પરંતુ સાથે સાથે પોતાના જીવનું પણ જોખમ ઊભું કર્યું છે. જાહેરમાં ભાઈ બોલે તો પીને કા જેવા સોંગ વગાડીને જીપના બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરી રહ્યા છે. આ પ્રકારના વીડિયો બનાવવાનો જાણે સુરત શહેરમાં ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું લાગે છે.

જીવનું જોખમ તો ખરું કાયદાનું પણ ઉલ્લંઘન
સુરતમાં યુવાનોને પોતાનો જીવનો તો ડર નથી લાગતો પરંતુ એવા સ્ટંટ કરે છે કે જેના કારણે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુકાઈ જાય છે. જે પુરપાટ ઝડપે દોડાવી રહ્યા છે અને ઉપર બિન્દાસ થઈને બેસીને બધાનું ધ્યાન તેમના તરફ આકર્ષાય તે રીતે સ્ટંટ કરે છે. ચાલો જીપ ઉપરથી જો નીચે પટકાય તો તેમના જીનું જોખમ તો ઊભું થાય છે પરંતુ અન્ય રાહદારી કે વાહન ચાલકોના માટે પણ જોખમ ઉભી કરી શકે છે. યુવકો ટ્રાફિક નિયમોનો પણ ઉલ્લંઘન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...