સુરત:લોકડાઉનમાં નશો ન મળતાં માનસિક સંતુલન ગુમાવતાં યુવકે ધમાલ મચાવી, પોલીસ પર રૂપિયાના બંડલ ફેંક્યાં

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકને નશો ન મળતાં અર્ઘનગ્ન અવસ્થામાં ધમાલ મચાવી હતી. - Divya Bhaskar
યુવકને નશો ન મળતાં અર્ઘનગ્ન અવસ્થામાં ધમાલ મચાવી હતી.
  • મકાનમાં નશાના બંધાણીએ અર્ધનગ્ન અવસ્થામાં તોફાન મચાવ્યું
  • સ્થાનિકોએ પોલીસને બોલાવી લેતા તેને નશામુક્તિ કેન્દ્ર ખસેડાયો

કોરોના વાઇરસન લોકડાઉનના પગેલ વ્યસનીઓના વ્યસન છૂટી રહ્યાં છે. જો કે પીપલોદ વિસ્તારમાં રહેતા દિલ્હીના એક યુવકે નશો ન કરવાના કારણે માનસિક બીમારની જેમ ધમાલ મચાવી હતી. અર્ધનગ્ન હાલતમાં ધમાલ મચાવતાં સ્થાનિકોએ પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને તેના પરિવારજનો સાથે વાત કરાવી હતી. જોકે યુવક પોલીસ પર 500ની નોટના બંડલ ફેંકવા લાગ્યો હતો. આખરે પોલીસે તેને બાંધીને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મુકી આવી હતી.

પોલીસને અપશબ્દો કહ્યાં

પીપલોદ વિસ્તારમાં આવેલ રામ નિવાસ એપાર્ટમેન્ટ બની હતી અહીંયા ભાડેથી રહેતા અને કુરિયર કંપનીમાં નોકરી કરતા 25 વર્ષીય રાહુલ નામના યુવકે નશા નહીં કરવા મળતા તોફાન મચાવ્યું હતું. મકાન માલિકે ઉમરા પોલીસને જાણ કરી હતી પોલીસ તેના ફલેટ પર પહોંચી ત્યારે તેણે પોલીસના મોઢા પર 500ના નોટોના બંડલો ફેંકી કહ્યું કે, યે લે કે જાવો ઔર યહાં સે નિકલ જાઓ.. કહી એલફેલ બોલવા લાગ્યો હતો. જેથી પોલીસ તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જોકે મકાન માલિકે ફરિયાદ નહીં આપતા આ યુવાને પોલીસે બે - ત્રણ કલાક પછી બપોરે યુવક પાછો તોફાન કરવા લાગ્યો હતો.આ યુવકને માદક દ્રવ્યોનું બંધારણ હોવાનું બિન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જો કે યુવક શેનો બંધાણી છે એ મામલે પોલીસ રહસ્યમય રીતે કોઇ ફોડ પાડી રહી નથી.

બાંધીને માનસિક બીમારને વ્યસનમુક્તિ કેન્દ્ર લઈ ગઈ 

ફ્લેટમાં ઉપરથી પાઇપ નીચે ફેંકી ત્યાંથી પસાર થતા લોકોને ગાળાગાળી કરતો હતો . આથી મકાનમાલિકે ઉમરા પોલીસને કોલ કર્યો હતો. જેથી ઉમરા પોલીસના મહિલા પીએસઆઈ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. મકાનમાલિક સાથે પોલીસકર્મીઓ ફલેટ પર જતા તેણે ગાળો આપી પોલીસ પર હુમલો કરી દીધો હતો . પોલીસે તેને પકડવાની કોશિશ કરી તો તેણે રૂમનો દરવાજો બંધ કરતા આખરે મકાનમાલિકે તેને પકડી પોલીસે તેને બરાબરનો પરચો બતાવ્યો હતો. પોલીસે  ભાન ભૂલેલા યુવકને ગવિય , ખાતે વ્યસનમુકિત કેન્દ્રમાં મુકી આવી હતી. સ્થાનીકોએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી યુવક પાગલ બની ગયો હતો . એપાર્ટમેન્ટ અને આજુબાજુ રહેતા લોકોના દરવાજા ખખડાવી ગાળાગાળી કરતો હતો . પોલીસે તેના ફેમિલીની દિલ્હી ખાતે વીડિયોકોલથી પણ જાણ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...