સરેઆમ હત્યા:સુરતમાં ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા યુવાનને ચપ્પુ મારી મોતને ઘાટ ઉતાર્યો, 3 વર્ષની પુત્રી અને પત્ની નોધારાં બન્યાં

સુરત2 મહિનો પહેલા

સુરતના ભટાર વિસ્તારમાં આવેલી સિદ્ધિ શેરીમાં રહેતા રોહિત કાલિદાસ રાઠોડ નામનો યુવક થઈ રહેલા ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયો હતો. ઝઘડામાં ઉશ્કેરાયેલાએ રોહિતને ચપ્પુના ઘા મરાતાં ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધી હત્યા કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે 3 વર્ષની પુત્રી અને પત્ની નોંધારાં થતાં પરિવારે ન્યાય માટે ગૃહ રાજ્યમંત્રીની ઓફિસે પહોંચી રજૂઆત કરી હતી.

પત્ની આઘાતમાં સરી પડી.
પત્ની આઘાતમાં સરી પડી.

ઝઘડામાં મધ્યસ્થી કરવા જતાં મોત મળ્યું
ભટાર સિદ્ધિ ખાતે રહેતા રોહિત રાઠોડ તેના પડોશમાં કોઈ કારણસર ઝઘડો ચાલી રહ્યો હતો. રોહિતે જોયું કે પડોશમાં ઝઘડો થઈ રહ્યો છે ત્યાં જઈને તેણે જે લોકો ઝઘડો કરી રહ્યા હતા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતુંકે આ રીતે ખોટી મારામારી ન કરો. મહિલાઓ સાથે પણ ઝપાઝપી થઈ રહી હતી. હુમલા કરનારાઓને સમજાવવા જતાં રોહિત રાઠોડને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. પરિણામે, તેનું મોત નીપજ્યું હતું.

યુવકને ઝઘડામાં મધ્યસ્થી કરવા જતાં મોત મળ્યું.
યુવકને ઝઘડામાં મધ્યસ્થી કરવા જતાં મોત મળ્યું.

ન્યાય માટે હર્ષ સંઘવીની ઓફિસે રજૂઆત
ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે હત્યાની ઘટના બની છે એને લઈને રોહિતના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે રાજ્ય ગૃહમંત્રીની ઓફિસે પહોંચ્યા હતા. મૃતકની બહેને જણાવ્યું હતું કે હત્યા કરનારની સામે ગુનો નોંધાયો છે, પરંતુ જેમણે હત્યા કરવા માટે કેટલાક યુવકોને બોલાવ્યા હતા એ બોલાવનારની સામે ફરિયાદ દાખલ થઈ નથી.

પરિવાર સાથે મહિલાઓ રજૂઆત કરવા પહોંચી.
પરિવાર સાથે મહિલાઓ રજૂઆત કરવા પહોંચી.

હવે તો કોઈ સહારો જ નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈની માત્ર ત્રણ વર્ષની પુત્રી છે અને તેની પત્નીનો પણ હવે કોઈ સહારો રહ્યો નથી. હર્ષ સંઘવીએ ખટોદરા પોલીસ સ્ટેશનને ગંભીરતાથી ગુનામાં તટસ્થ રહીને તપાસ કરે તેવી સૂચના આપવી જોઈએ. મૃતકના પરિવારજનો તેમજ અન્ય લોકોએ હર્ષ સંઘવીની ઓફિસે જઈને રજૂઆત કરી હતી.

હર્ષ સંઘવીની ઓફિસે રજૂઆત કરવામાં આવી.
હર્ષ સંઘવીની ઓફિસે રજૂઆત કરવામાં આવી.
અન્ય સમાચારો પણ છે...