સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. ડીંડોલીના નવાગામ પાસે આવેલા સીએનજી પંપ નજીક એક 35 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા હતી. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકની હત્યા તેના જ મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે. મૃતક મિત્ર સાથે કોઈ બાબતે માથાકૂટ થતા ગુસ્સામાં આવી મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. એટલું જ નહી આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં પકડાયો હતો અને થોડા સમય પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા
સુરતના નવાગામ ડીંડોલી માંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. નવાગામ ડીંડોલી વૃંદાવન સોસાયટી પાસે સીએનજી પમ્પ નજીકના અવાવરું ઝાડી-ઝાંખરામાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. યુવકની લાશને જોતા લોક ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
લોકોએ બનાવની જાણ પોલીસને કરતા ડીંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવકનું નામ મહેન્દ્ર રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ઘટના અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક એક મહિનાથી બેકાર હતો
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. જેને આધારે ડીંડોલી પોલીસના પીઆઇ આર જે ચુડાસમાએ જણાવ્યું હતું કે ડીંડોલીમાં મહેન્દ્ર નામના યુવકની હત્યા થઈ છે. મરનાર યુવકની ઓળખ થઈ છે. તેની ઉંમર 35થી 37 વર્ષની છે. સુરતમાં તે છેલ્લા એક મહિનાથી બેકાર છે. તેના પિતા સાથે એકલો રહેતો હતો.
હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
સુરતના ડીંડોલી વિસ્તારમાં નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા ગ્રાઉન્ડમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા ડીંડોલી પોલીસની ટીમ સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ મહેન્દ્ર ઉર્ફે બાંગો રમેશ રાઠોડ અને તે નવાગામ સ્થિત ઘોડીયાવાડ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના પરિવારજનોનો સંર્પક કરી આ મામલે તપાસ શરુ કરી હતી. વધુમાં મૃતક તેના પિતા સાથે રહેતો હતો અને તે અગાઉ લુમ્સના કારખાનામાં કામ કરતો હતો પરંતુ હાલમાં તે બેકાર હતો. આ મામલે મૃતકના પિતા રમેશભાઈ રાઠોડે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ડીંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
મિત્રએ કરી મિત્રની હત્યા
આ ઘટનામાં પોલીસે તપાસ કરી 32 વર્ષીય આકાશ ઉર્ફે લાલો ઉર્ફે ફાયરિંગ જીતુભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક મહેન્દ્ર ઉર્ફે બાંગો રમેશ રાઠોડ અને તે બંને મિત્રો છે. ગઈકાલે સાંજે કોઈ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને માથાકૂટ કરી ગાળાગાળી કરી હતી. જેથી આરોપીએ ગુસ્સમાં આવી ચપ્પુ જેવા હથીયારથી ઉપરા છાપરી ઘા ઝીકી પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.
પકડાયેલા આરોપી અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો
પોલીસ તપાસમાં ઝડપાયેલો આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ પણ તેણે આવી જ રીતે ડીંડોલી વિસ્તારમાં છ માસ અગાઉ પણ એકની હત્યા કરી હતી અને આ ગુનામાં તે ચાર મહિના જેલમાં પણ રહી ચુક્યો છે અને હાલમાં જ તે જમીન પર છૂટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.