દુષ્કર્મ:સુરતમાં સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને મહિલા પર યુવકે દુષ્કર્મ આચર્યું, સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાને રીક્ષામાં લઈ જઈ બળજબરી કર્યા બાદ ઘરે લઈ જઈ ફરીથી દુષ્કર્મ આચર્યું હતું

સુરતમાં દુષ્કર્મના બનાવોમા દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક મહિલા પર યુવકે અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દુષ્કર્મ બાદ અપશબ્દ કહી તેણીના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી અને તેને મદદ કરનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી જાબીર શેખ ઉ.વ.28 રહે-નવાબ ટી સ્ટોર પાસે હોડી બંગલા વેડ દરવાજા પાસે સુરત તથા તેનો મિત્ર મલેક કે જેના પુરા નામ સરનામાની ખબર ન હોય તેઓ એક બીજાની મદદગારી તથા મેળાપીપણામાં આજથી નવેક મહિના પહેલા સોશિયલ મીડિયા પર જાબીર શેખ સાથે મહિલાનો પરિચય થયો હતો. બાદમાં વાતચીત કરીને સારી મિત્રતા કેળવી ભરોસો આપ્યો હતો અને મહિલાને ઓટો રિક્ષામાં બેસાડી ભરીમાતા રોડ ફુલવાડી ગંદા નાળાની પાસે પુલ ઉપર લઇ જઇ રીક્ષા ઉભી રાખી મલેકને બહાર નજર રાખવાનું જનાવી મહિલાની ઈચ્છા વિરૂદ્ધ આરોપી જાબીર શેખએ રીક્ષામાં બળજબરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

તેના મિત્રએ પણ બળજબરી કરી
મહિલા સાથે તેની સંમતી વિરુદ્ધ બળજબરી કરી પ્રથમ વખત શરીર સંબધ બાંધી બાદ આરોપી મલેકના નાનપુરા ખાતે આવેલ રૂમમાં લઇ જઇ મહિલાને રૂમની અંદર જમીન પર પાથરેલી પથારી પર સુવડાવી જાબીર શેખે સંમતિ વિરુદ્ધ બળજબરી કરી બીજી વખત વખત શરીર સંબધ બાંધ્યો હતો.જાબીરે બનાવ બાબતે કોઇને પણ જાણ કરશે તો મહિલાને તથા તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આરોપી જાબીરે અલગ અલગ નંબર ઉપરથી ફોન કરી મહિલાને નાલાયક ગાળો આપી હેરાન પરેશાન કરતો હતો. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જાબીર અને તેને મદદ કરનાર મિત્ર ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...